મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું મહુવા હેલીપેડ ખાતે આગમન સ્વાગત કરાયું

485

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકામાં તોઉ’ તે વાવઝોડા બાદ જાત મુલાકાત લઇ થયેલા નુકસાનનો અંદાજ – ગામની સ્થિતિ નિયંત્રણની કામગીરીનું નિરિક્ષણ કરવાં માટે આજે મહુવા હેલીપેડ પર આવી પહોંચતાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં તાઉ’ તે વાવઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓમાં થયેલ નુકસાનની સ્થિતિના આકલન અને વ્યવસ્થા માટે મુલાકાત લેવાના ઉપક્રમ અન્વયે મુખ્યમંત્રીશ્રી ભાવનગર જિલ્લાનાં મહુવા ખાતે એક દિવસીય મુલાકાતે પધાર્યા છે.
મુખ્યમંત્રીને આવકાર આપવાં માટે હેલીપેડ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય, આર.સી.મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગળીયા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલ, રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleમુખ્યમંત્રીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત પઢીયારકા ગામ-મહુવાનાં ખાર ઝાપા, જનતા પ્લોટ વિસ્તારની મુલાકાત લીધી
Next articleતાઉ’ તે વાવાઝોડાથી પ્રભાવિત ભાવનગર જિલ્લામાં થયેલા નુકશાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી રૂપાણી સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો