રેડક્રોસની કોરોના મહામારીની કામગીરી સાથે તાજેતર માં આવેલી તોઉ-તે વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેડક્રોસ રાજ્યના ચેરમેન ડો.ભાવેશ આચાર્ય અને વાઇસ ચેરમેન સુમિતભાઈ ઠકકર, ટ્રેઝરર ડો.મુકેશ જગીવાલા, સેક્રેટરી ડો.પ્રકાશભાઈ પરમાર સહિતના માર્ગદર્શન નીચે રાજ્ય રેડક્રોસ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓની રેડક્રોસ શાખામાં રાહત સામગ્રી મોકલીને અસરગ્રસ્ત પરિવારો સુધી સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે, છેવાડાના ગામડાઓમાં સેવાઓ આપવામાં આવી રહી છે. ભાવનગરમાં રેડક્રોસના સ્વંયસેવકો અને ટિમ દ્વારા છેલ્લા ૩ દિવસ થી સર્વે સાથે રાહત વિતરણ સેવાની શરૂઆત કરવામાં આવી છે અલંગ માં પહેલા શેલ્ટરમાં ખસેડવામાં આવેલા ૧૦૦૦ જેટલા મજૂરો અને લોકો ને રેડક્રોસ દ્વારા ગુજરાત મેરિટાઇમ બોર્ડ ના માર્ગદર્શન નીચે અને વહીવટી તંત્ર સાથે મેડિકલ ટીમ તથા નાસ્તા ભોજનની વ્યવસ્થા અને વાવાઝોડા દરમ્યાન જીએમબી-રેડક્રોસ મલ્ટી સ્પે.હોસ્પિટલ ખાતે પણ શેલ્ટરમાં ભોજન સહિત ની સેવાઓ આપવામાં આવી અને અલંગ ખાતે સંપૂર્ણ નાશ પામેલા ઝૂંપડાઓના સર્વેની કામગીરી કરી ને રાશન અને કિચનકીટ, હાઇજિન કીટ, તાલપત્રી સહિતની વસ્તુઓનું વિતરણ કરવાની વ્યવસ્થા શરૂ કરાઇ છે.ભાવનગરમાં જિલ્લા શાખાના ચેરમેન ડો.મિલનભાઈ દવે, વાઇસ ચેરમેન સુમિતભાઈ ઠક્કર, સેક્રેટરી વર્ષાબેન લાલાણી, પરેશભાઈ ભટ્ટી, માધવભાઈ મજીઠિયા, રોહિતભાઈ ભંડેરી, શિહોર તાલુકા શાખામાં સેવાની શરૂઆત કરાઈ તાલુકા શાખાના હોદેદારો પ્રદીપભાઈ કળથીયા, અને ડો.પ્રશાંતભાઈ આસ્તિક,આશિષ ભાઈ ડોડીયા અને સ્વંયસેવકો સાથે રહીને રાહતકાર્યમાં જોડાયા હતા.