ગુડા દ્વારા ટી. પી. સ્કીમ નં. ૯ (વાસણા હડમતિયા-સરગાસણ) જેમાં ૧૮ મીટર રોડ ઉપર અંદાજે ૪૩ લાખના ખર્ચે ૧ કિ. મી. લંબાઈમાં ૧રપ એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટનું ભૂમિપૂજન કરવામાં આવેલ તથા એ જ રોડનું ગુડા દ્વારા રીફરફેસીંગ (ડામર કામ) કરવામાં આવશે. જેના થકી વાસણા હડમતિયા ગામમાં જતાં રહીશોને તથા આજુબાજુની તમામ સોસાયટીના વિસ્તારોને સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં ગુડાના અધ્યક્ષ આશિષકુમાર દવેના વરદ હસ્તે ભુમિપૂજન કરવામાં આવેલ. જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, તાલુકા પંચાયતના પ્રમુખ કાળુસિંહ, જિલ્લા ભાજપ મહામંત્રી આઈ.બી. વાઘેલા, ભાજપ મહામંત્રી અનિલભાઈ પટેલ, કમલેશભાઈ જાની, ગ્રામ પંચાયતના સભ્યો અને આજુબાજુ વિસ્તારની તમામ સોસાયટીના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેલ.