સોશ્યલ મિડીયા થકી દશનામ સાધુ સમાજને ગાળો આપી અભદ્ર ટીપ્પણી કરનાર સામે પગલા ભરવા માંગ

571

તાજેતરમાં સમગ્ર દશનામ સાધુ સમાજને ઇન્સ્ટાગ્રામ તથા સોશ્યલ મિડીયા થકી ગંદી ગાળો તેમજ અભદ્ર ભાષામાં ટીપ્પણીઓ કરી દશનામ ગૌસ્વામી સમાજને બદનામ કરનાર શખ્સો વિરુધ્ધ કાયદેસર પગલા ભરવાની માંગ સાથે આજે શંભુ દળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા ટ્રસ્ટના અધ્યક્ષ કુંવરગિરી હિરાગીરી ગૌસ્વામી તેમજ દશનામી ગૌસ્વામી સમાજ, દશનામ ગૌસ્વામી પ્રગતિ મંડળ અને દશનામ ગૌસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આજે એસપી કચેરી ખાતે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દશનામ ગૌસ્વામી સમાજના લોકો વર્ષોથી શિવ પુજા કરતા આવ્યા છે. અને સમાજના લોકોને સારા માર્ગે દોરવાનો પ્રયાસ કરતા આવ્યા છે ત્યારે રરમેના રોજ સોશ્યલ મીડીયાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લાઇવ થઇને વિડીયો પોસ્ટ કરેલ જેમાં દશનામ ગૌસ્વામી સમાજને ગંદી ગાળો આપવા ઉપરાંત અભદ્ર ટીપ્પણીઓ કરેલ છે. આરોપીઓને કોઇ વ્યક્તિ સાથે અગંત દુશ્મની હોય તો તેણે વ્યક્તિગત બોલવું જોઇએ નહીં કે સમાજ વિરુધ્ધ આ વ્યક્તિએ સમગ્ર સાધુ સમાજ વિરુધ્ધ બોલી વિડીયો વાયરલ કરેલ છે અને સમાજને ખુબ જ બદનામ કરેલ છે.
તેમજ મંદીરના ધર્માદામાં આવેલ રકમનો ગેરમાર્ગે ઉપયોગ કરે છે. તેવું જણાવાયું છે. જે ખુબ જ અશોભનીય છે. આથી આવી વ્યક્તિઓને તાત્કાલીક ઝડપી લઇ કાયદેસર પગલા ભરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવેલ છે.

Previous articleભાવનગર માર્કેટિંગ યાર્ડનો પુનઃ પ્રારંભ થવાથી ખેડૂતો અને વેપારીઓમાં હર્ષની લાગણી જન્મી
Next articleમહુવા પાસે આવેલ માંગલ ધામ ભગુડા માતાજીના મંદિરના ૨૫મા પાટોત્સવની સાદાઈથી ઉજવણી કરાઈ