ભાવનગરના જીલ્લાના ભાલ વિસ્તારમાં ૧૧ જેટલા ગામોમાં છેલ્લા પાંચ વર્ષથી ચોમાસાની સીઝન દરમ્યાન ભારે વરસાદના પગલે ગામમાં ૩ થી ૫ ફૂટ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હોય છે જેને લઈને આ વર્ષે તંત્ર દ્વારા સુજલામ સુફલામ યોજના દ્વારા ભાલ વિસ્તારનાં ગામોમાં ભરાતા પાણીના નિકાલ માટેની નદીઓની સાફ સફાઈ તેમજ વધારાના પાણીના નિકાલમાં અડચણ રૂપ થતા મીઠાના અગરના પાળા દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.ભાલ પંથક ના ગામો માં વરસાદી પાણી નિકાલ માટે નદી નાળાની સાફ સફાઈ કરાઈભાવનગર જીલ્લાનો ભાલ વિસ્તાર કે જે ૫૦૦ સ્કેવર કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો છે.જે વિસ્તારમાં ૧૧ જેટલા નાના-મોટા ગામો આવેલા છે.આ ગામોમાં છેલ્લા પાંચ વર્ષ થી ચોમાસાની સીઝન દરમ્યાન ભારે વરસાદ વરસતા ગામોમાં ૩ થી ૫ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ગામલોકોના જાનમાલ ની નુકશાન થયેલ છે જે બાબતે તંત્ર દ્વારા આ વર્ષે ચોમાસાની સીઝન દરમ્યાન વરસાદી પાણીના નિકાલ માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી નિકાલ માટે નદી નાળા ની સાફ સફાઈ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.આર.પટેલ દ્વારા જણાવેલ કે ભાલ વિસ્તારએ નદી અને દરિયો ભેગા થતો હોય તેવા આ વિસ્તારમાં ચોમાસા સીઝન દરમ્યાન ભારે વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે ઉપરાંત ચોમાસા સીઝન દરમ્યાન અમાસ અને પુનમ ઉપર પાણી દરિયામાં જતું અટકાતું હોય છે આ ઉપરાંત ભાલ વિસ્તારમાં મીઠાના અગરો આવેલ હોય જે મીઠું પકવતા અગરો માટે પાણીના રસ્તામાં પાળા બાંધવામાં આવ્યા હોય જે બાબતે નો સર્વે કર્યા બાદ સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી નિકાલ માટે રસ્તામાં અડચણ રૂપ મીઠાના અગરોના પાળા દુર કરવા તેમજ ૬ કિમી નદીને પાયલટ કટ કરીને પાણી દરિયામાં લઈ જવા કામગીરી કરવામાં આવી રહી છે જે કામગીરી ૫૦ ટકા જેટલી પૂર્ણ થઇ ગઈ છે.