રેડક્રોસ સોસાયટીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી રવાના કરી

602

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરની જિલ્લા શાખા દ્વારા રાહત સામગ્રીની વાનને જિલ્લા કલેક્ટરે કલેક્ટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આજે પ્રસ્થાન થયેલ આ રાહત સામગ્રી અલંગ અને મહુવાના વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને આપવામાં આવશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંસ્થા છે. આ સંસ્થા દ્વારા આફત વખતે નોંધપાત્ર રીતે મદદ કરવામાં આવે છે. હાલમાં જિલ્લામાં વાવાઝોડાને પગલે અસરગ્રસ્ત પરિવારો સુધી બે દિવસ સુધી આ રીલીફ વાન દ્વારા સહાય- મદદ કરવામાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા શાખા દ્વારા રાજ્ય રેડક્રોસથી આવેલ રાહત સામગ્રીના વિતરણના બીજા તબક્કાના રીલીફ વાનનું ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ ની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
રાહત સામગ્રી ભાવનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહી છે. આ રાહત સામગ્રીમાં ૪૫૦ કીટ છે જેમાં તાડપત્રી, રાશન કીટ, હાઇજીન કીટ, જરૂરી દવાઓની કીટ વગેરે વસ્તુઓ પૂરી પાડવામાં આવી છે.આ પ્રસંગે રેડક્રોસ ભાવનગરના ચેરમેન ડો.મિલનભાઇ દવે, વાઇસ ચેરમેન સુમિતભાઇ ઠક્કર, મંત્રી વર્ષાબેન લાલાણી સહિત રેડક્રોસનાં સ્વયંસેવકો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleજિલ્લાના ૫૬૬ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થયોઃ જિલ્લાના આગેવાનોની મહેનત રંગ લાવી
Next articleહરેકૃષ્ણ ધામ ઇસ્કોન મંદિરમાં નરસિંહ ચતુર્દશી ઉત્સવ ઉજવાયો