હરેકૃષ્ણ ધામ ઇસ્કોન મંદિરમાં નરસિંહ ચતુર્દશી ઉત્સવ ઉજવાયો

481

લીલા સર્કલ સીદસર રોડ પર આવેલ ઇસ્કોન મંદિરમાં આજે નરસિંહા ચતુર્દશીના પાવન પવિત્ર ઉત્સવ પર નરસિંહનો પ્રાગટ્ય જન્મદિવસ ઉજવવામાં આવ્યો ખાસ કરીને ભગવાન જગન્નાથજીને નરસિંહ ભગવાનનો સિંગાર કરવામાં આવ્યો હતો જે મંદિરના પુજારી શ્રીમાન દેવકીનંદન પ્રભુ અને વિજય કૃષ્ણ પ્રભુ દ્વારા સિંગાર સંપન્ન કરવામાં આવ્યો હતો.
સંધ્યા સમયે નરસિંહ ભગવાનને દિવ્ય પંચામૃત અને ફ્રુટના જ્યૂસથી અભિષેક મંદિરના રહેવાસી ભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો. મંદિરના અધ્યક્ષ શ્રીમાન વેણુ ગાયક દાસ પ્રભુજી દ્વારા ભગવાન નરસિંહ દેવને પ્રાર્થના કરવામાં આવી હતી હે નરસિમ્હા પ્રભુ આપ આ ભારત પર આવેલી કોરોનાની મહામારીથી ભારત દેશની રક્ષા કરો તમે તો પ્રહલાદજી ના અનેક વિઘ્નો દૂર કર્યા છે આપ અમારી જેવા મનુષ્યની રક્ષા કરો અને તમારી પ્રેમમય ભક્તિ પ્રદાન કરો.આવા કપરા સમયમાં મંદિરમાં એકઠા ન થવાનું હોય માટે નરસિંહ ચતુર્દશી ઉત્સવ સાદાઈથી મંદિરના બ્રહ્મચારીભક્તો દ્વારા ઉજવવામાં આવ્યો હતો.

Previous articleરેડક્રોસ સોસાયટીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી રવાના કરી
Next articleપ્રિયંકા બિલબોર્ડ મ્યૂઝિક અવોર્ડના રેડ કાર્પેટ પર છવાઈ