ભાવનગર જિલ્લામાં ચોમાસાના વાવેતર માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી

281

ભાવનગર જિલ્લામાં ચોમાસું નજીક આવતું જણાતાં ધરતીપુત્રો વાવણી પૂર્વની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા હતા. થોડા દિવસ પૂર્વે જ તાઉ-તે વાવાઝોડાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. તે ભૂલીને હવે ખેડૂતો પોતાના ખેતરોમાં આગામી દિવસોમાં વરસાદી સિઝન ચાલુ થઈ રહી છે. તેને લઈ ખેતરોમાં ખેડૂતો કામે લાગી ગયા છે.
તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાએ ભાવનગર જિલ્લામાં કૃષિ ક્ષેત્રે વિરેલા વિનાશને નઝર અંદાજ કરી કૃષિકારો આગામી ચોમાસાના ખરીફ પાકોની વાવણી પહેલાના કાર્યમાં મગ્ન બન્યાં છે. જમીનોને ખેડવી, ખાતર પુરવુ, વાડ બનાવવી, બિયારણની વ્યવસ્થા સહિતના કાર્યો હાલમાં પુર જોશમાં ચાલી રહ્યાં છે. તો બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આ સાલ ચોમાસાનો પ્રારંભ વહેલો થશે. અને ૧૫ જૂન સુધીમાં ચોમાસુ દસ્તક દે એવી પુરેપુરી શકયતા છે. ત્યારે ખેડૂતો વાવાઝોડામાં થયેલી નુકસાની સરભર કરવા આગોતરું આયોજન કરી રહ્યાં છે.
ઈશ્વરિયા ગામના ખેડૂત જોરસંગભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વાવઝોડાને કારણે નુકસાન થયું છે. થોડા દિવસોમાં ચોમાસુ સિઝન છે. તો હવે ખેડૂતોને ખેતી કરવાની તૈયારીઓ પુરજોશમાં કરવી પડે તેમ છે. હાલ ખેડૂતો ખેતી કરવા માટે ખેતરોમાં કામે લાગી ગયા છે.

Previous articleતળાજા મહુવા હાઈવે પર કાર અને એસ.ટી બસ વચ્ચેની ટક્કરમાં દંપતિનું મોત : ત્રણ ઇજાગ્રસ્ત
Next articleગાયત્રી યજ્ઞમાં ભાવનગર શહેર-જિલ્લામાંથી ૪,૯૯૯ ઉપાસકો જોડાયા