રાજુલામાં અનેક કંપનિઓ છતા લોકો બેરોજગાર

683
bvn942018-1.jpg

રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલ જીએચસીએલ કંપની વિકટર તથા આસપાસના વિસ્તારોમાં આ કંપની બિનકાયદેસર મીઠુ પકવે છે આ કંપનીને લીઝ પુરી થઈ આજે ૭ વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. આ કંપનીને જમીન ફાળવવાનો મુખ્ય ઉદ્દેશ આ વિસ્તારના સાગર ખેડુતો એટલે આગરિયા તથા નાના નાના મજુરોને રોજગારી મળી રહે તે માટે જમીન આપવામાં આવી હતી પરંતુ આ કંપની આ વિસ્તારના મજુરોને ૧૦ વર્ષથી છુટા કરી દીધા છે અને મજુરોને બદલે મશીનો દ્વારા મીઠાનુ ઉત્પાદન કરે છે આ વિસ્તારના લોકોને રોજગારી માટે વિકટરથી ૧૦૦ કિ.મી.દુર દહેજ પોતાના બાળકોને શિક્ષણના ભોગે મજુરી માટે જવુ પડે છે આ કંપની વિરૂદ્ધ અનેક વખત રજુઆતો કરી છતા પણ તંત્ર આ કંપની વિરૂદ્ધ કાંઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ કંપની સાથે સરકારી બાબુઓ અને અમુક પત્રકારો સંડોવાયેલા હોય તેવુ લાગી રહે કારણ કે સ્થાનિક લોકોનું એવુ માનવુ છે કે કંપની સરકારે બાબુઓ અને અમુક પત્રકારોને પૈસા પુરા પાડે છે. આ વિસ્તારના યુવા અગ્રણી અજય શિયાત દ્વારા આ કંપની વિરૂધ્ધ સોશિયલ મિડીયા દ્વારા પીએમઓ અને ટિ્‌વટર પર પણ ફરિયાદ કરવામાં આવી છતા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ વિસ્તાર આગેવાન ભગવાનભાઈ વાજા દિલાવરભાઈ ગાહા, ભાણાભાઈ ગુજરિયા સરપંચ દ્વારા આગામી સમયમાં કંપની સામે આંદોલનની ચિમકી આપી હતી.

Previous articleબિન અનામત વર્ગને ઉચ્ચ શિક્ષણ માટે ૪ ટકાના વ્યાજે લોન
Next articleરાજુલાના વાવેરા ગામે ગ્રામ પંચાયત દ્વારા આદર્શ ગામનું નિર્માણ