પાલિતાણાના તળેટી રોડ વિસ્તારમાં આવેલા એસબીઆઇ બેન્કના એટીએમને તોડવા તસ્કરોએ પ્રયાસ કર્યો હતો. ડિઝીટલ લોક તોડ્યા બાદ રોકડનું ખાનું ન તુટતા હાથ કાંઇ લાગ્યું ન હતું. વાવાઝોડાના કારણે સીસીટીવી કેમેરા બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવની પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ પાલિતાણાના તળેટી રોડ, મહિલા કોલેજ પાસે આવેલા એસબીઆઈ – દરબારચોક શાખાના એટીએમમાં ગઈકાલે તા. ૨૪ને રાત્રિના ૮ થી તા. ૨૫-૫ના સવારે ૮ કલાકના અરસામાં કોઈ અજાણ્યા શખસોએ પ્રવેશ કરી એટીએમની મુખ્ય સ્ક્રી અને એટીએમમાં નીચેના ભાગે આવેલ ડિજિટલ લોક , લોકનો દરવાજો તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એટીએમમાં રહેલી રોકડ રકમના ખાનાનો દરવાજો તોડી ન શકતા તસ્કરોના હાથ કાંઇ લાગ્યું ન હતું. વાવાઝોડાના કારણે એટીએમ સેન્ટરમાં રહેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે.આ બનાવ અંગે પાલિતાણા એસબીઆઈ દરબાર ચોક શાખાના મેનેજેર ઈલ્યાસભાઈ મેમણએ અજાણ્યા શખસો સામે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.