જાફરાબાદના પાટીમાણસા ગામે ગુણોત્સવનો વાલીઓ દ્વારા થતા મામલતદાર ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી વાઢેર દ્વારા યુધ્ધના ધોરણે શાળામાં ૭ શિક્ષકો સામે શિક્ષકો મુકાયા મામલો થાળે પડતા ગુણોત્સવની પરીક્ષા લેવાઈ.
ગઈકાલે જાફરાબાદના પાટી માણસા ગામે શાળામાં ૭ શિક્ષકો સામે ૩ શિક્ષકો હોય આ બાબતે ગામના વાલીઓએ સામાજીક કાર્યકર મહેશભાઈ ખુમાણની આગેવાનીએ અધિકારી પટેલને લેખીતમાં રજૂઆત કરીને તા.૭ને શનિવારે પાટી માણસા ગામે શાળામાં ગુણોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલ ત્યારે વાલીઓના આગેવાન મહેશભાઈ ખુમાણ દ્વારા ગુણોત્સવનો બહિષ્કાર કરાતા તંત્રમાં દોડધામ મચી ગઈ. મામલતદાર ચૌહાણ, તાલુકા શિક્ષણ અધિકારી વાઢેર સહિત દોડી જઈ તાત્કાલિક યુધ્ધના ધોરણે શાળામાં ઘટતા ૪ શિક્ષકો મુકાયાથી મામલો શાંત પડ્યો અને શાળામાં ૩ શિક્ષિકા બહેનો અને મુકાયેલ શિક્ષકો તેમજ ગામ આગેવાનો તેમજ લીડર મહેશભાઈ ખુમાણ, ઘનશ્યામભાઈ વરૂ, કુલદિપભાઈ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અને મામલતદાર ચૌહાણની હાજરીમાં ગુણોત્સવ કાર્યક્રમ સરસ રીતે ઉજવાયો. જેમાં તમામ વિદ્યાર્થીઓ પાસે ગુણોત્સવની પરીક્ષા લેવામાં આવતા ગામ આગેવાનોએ મામલતદાર ચૌહાણ તથા કેળવણી નિરીક્ષક વાઢેરનો આભાર વ્યક્ત કર્યો હતો.