કુદરતે જાણે કે આ વર્ષે સમગ્ર માનવજાત પર રૂઠી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં આ વર્ષે એક બાજુ કોરોનાનો કહેર તો એક બીજી બાજુ વાવાઝોડાથી તારાજી. જો કે આવા કપરા કાળમાં પણ માનવતા હજી મરી પરવારી નથી. જેમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાનકડા એવા વડાવળ ગામે સેવાભાવી દ્વારા રાશનકીટનું વિતરણ કરાયું છે. વિસ્તારમાં સૌપ્રથમ વિનામૂલ્યે કોવિડ સેન્ટર બનાવ્યુંભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાનકડા એવા વડાવળ ગામના હરેશભાઈ કામળિયા અને મુનભાઈ કામળિયા તેમજ સેવાભાવી યુવકોના ગ્રુપ દ્વારા લોકો રાશનકીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે તેમના વિસ્તારમાં સૌપ્રથમ વિનામૂલ્યે કોવિડ સેન્ટર ઉભું કરી ૧૦૦ કરતાં વધુ દર્દીઓને સાજા કરી તેમના પરિવારમાં ખુશી લાવવાનો પ્રયાસ કર્યો હતો. કરિયાણું ભરી કીટ લોકોના ઘર સુધી પહોંચતી કરીતેમજ વાવાઝોડાની તારાજીને લઈને ઘરમાં ખાવા-પીવાની ચીજવસ્તુ ન હોય આવા સંજોગોમાં હરેશભાઈ કામળિયા અને મુન્નાભાઈ કામળિયા એ સેવાનો અલખ જગાવ્યો હોય તેમ પોતાના ખર્ચે રાશન કીટો બનાવી તેમના વિસ્તારના લોકોની વહારે દોડી ગયા હતા. અને તમામ લોકોને પંદર દિવસ ચાલે તેટલું કરિયાણું ભરી કીટ બનાવી જે લોકોને ખરેખર જરૂરિયાત છે તેવા લોકોને શોધી તેમના ઘર સુધી પહોંચતી કરી હતી.