કોવિડ-૧૯ કોરોના વાઈરસના કારણે ધંધા રોજગાર આંશિક રીતે ચાલે છે ત્યારે મંડળનું સભ્યપદ ધરાવતા બેરોજગાર થયેલ ૮૫ નેત્રહીન પરિવારને આર્થિક ટેકો કરવા શ્રી અંધ અભ્યુદય મંડળ આગળ આવ્યું છે. મંડળના પ્રમુખ લાભુભાઈ સોનાણીના વડપણ નીચે વિવિધ દાતાઓના સહયોગથી કુલ ૮૫ નેત્રહીન પરિવારને કોવિડ-૧૯ રોકડ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માટે મહેન્દ્રભાઈ પારેખ, બીપીનભાઈ રાજ્યગુરુ, કમલેશ શેઠ, મુકેશભાઈ શાહ સહીતના દાતાઓએ આર્થિક યોગદાન આપી નેત્રહીન પરિવારને કોવિડ સહાય માટે હાથ લંબાવ્યો છે. પોતાનું મકાન ધરાવતા હોય અને વાવાઝોડાના કારણે નુકસાન થયું હોય તેવા નેત્રહીન પરિવારનો સર્વે થઇ રહ્યો છે તેથી સભ્યપદ ધરાવતા મંડળના સભ્યોએ મંડળના મંત્રી હસમુખભાઈ ધોરડાના મોબાઈલ નંબર : ૭૯૮૪૪૯૪૨૫૧ પર નોંધણી કરાવવા સંસ્થાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.