ભાવનગર મહાપાલિકા દ્વારા દર વર્ષે કરવેરા ભરપાઈ યોજનામાં રીબેટ આપવામાં આવે છે જે અંતર્ગત આ આ વર્ષે પણ અલગ અલગ રીબેટ યોજના અમલમાં મૂકી છે અને આ રાહત-રીબેટ યોજનાનો બહોળો લાભ લેવા બીએમસી એ શહેરના મિલ્કત ધારકોને અનુરોધ કર્યો છે.ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં વસતાં લોકો પાસેથી ઘરવેરો વસુલવામાં આવે છે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ ની રીબેટ યોજના પણ અમલમાં મુકવામાં આવી છે આ અંગે બીએમસી ના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૧-૨૨ નું કારપેટ એરિયા કર પદ્ધતિ પ્રમાણે પુરેપુરો વેરો ભરપાઈ કરનાર આસામીઓ ને મેં માસમાં ૧૦ ટકા રીબેટ જૂન માસમાં ૫ ટકા રીબેટ નો લાભ મળવાપાત્ર થશે એ સાથે આ સમય દરમ્યાન ઓનલાઈન અથવા ડીજીટલ પે મુજબ વેરો ભરનાર ને મિલકત તથા સફાઈ વેરામા વધારાનો ૨ ટકા રીબેટ સાથે કુલ ૧૨ ટકા રીબેટ આપવામાં આવશે આ રીબેટ યોજના અંતર્ગત હાલ સુધીમાં કુલ ૧,૦૩,૭૭૧ કરદાતાઓ એ રૂપિયા ૫૩.૧૪ કરોડ નો કરવેરો ભરપાઈ કર્યો છે અને રૂપિયા ૩.૯૮ કરોડ રૂપિયા ના રીબેટ યોજનાનો લાભ મેળવ્યો છે આ પૈકી ૬૪,૭૦૯ આસામીઓ એ ઓનલાઈન તથા ડીઝીટલ પે માધ્યમ વડે વેરો ભરી ૧૨ ટકા રીબેટ નો લાભ લીધો હતોએ સાથે ઘરવેરા વર્ષ ૨૦૧૩ પહેલાં ની જૂની કર વસુલાત પધ્ધતિ હાલમાં અમલમાં મૂકી ચાર વર્ષ ની મુદ્દલ સાથે ૧૦૦ ટકા વ્યાજ માફી ની યોજના મેં માસની ૩૧,૫,૨૦૨૧ સુધી અમલમાં રહેશે આ યોજના હેઠળ જૂનો કરવેરો પણ કરદાતાઓ સરળતાથી ભરી શકે છે અને લાભ મેળવી શકે છે કરવેરો ભરવા માટે મહાનગરપાલિકા મુખ્ય કચેરી ઉપરાંત ઝોનલ ઓફીસો માં પણ સ્વિકારવામા આવી રહ્યો છે આ કચેરી ઓ શનિય-રવિ પણ ખુલ્લી જ રહેશે તેમ બીએમસી કરવેરા વિભાગ દ્વારા જણાવ્યું છે.