જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત ટી.જી. સંઘવી અને જી.ડી. સંઘવી પ્રાથમિક શાળા તથા ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચત્તર પ્રાથમિક શાળા જાફરાબાદમાં તા.ર-૪-ર૦૧૮ને સોમવારના રોજ ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજેલ. જેમાં ધોરણ ૭ અને ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા ભજન, ડાન્સ, વિદાયગીત અને વક્તવ્ય રજૂ કરેલ. ધોરણ-૮ના વર્ગ શિક્ષિકા બહેન દક્ષાબેન દ્વારા વિદ્યાર્થીઓના અનુભવો ભાવસભર શૈલીમાં વ્યક્ત કરેલ.
વર્ષ દરમિયાન વિવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓમાં સહભાગી બાળકોને શિલ્ડ અને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. વિદાય લઈ રહેલા ધોરણ-૮ના બાળકોને આચાર્યા ચાંદનીબેન કોટેચા અને શિક્ષિકા બહેનો દ્વારા ભાવિજીવનની શુભકામનાઓ પાઠવેલ તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ માર્ગદર્શન નામનું પુસ્તક તેમજ પેન આપવામાં આવેલ.
કાર્યક્રમનું સંચાલન કોમલબેન અને ક્રિષ્નાબેન દ્વારા કરવામાં આવેલ. અંતમાં આભારવિધિ દિપીકાબેન મહેતાએ કરેલ. વિદાય સમારંભને સફળ રીતે સંપન્ન કરવામાં સમગ્ર સ્ટાફગણ-વિદ્યાર્થી ગણ સહભાગી થયેલ.