ભાવનગરના અધેવાડા ગામે વાહન પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા એક નિવૃત આર્મીમેન દ્વારા તેની પાસે રહેલી રીવોલ્વર માંથી ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામી છે. અધેવાડા ગામે આવેલા શિવેશ્વર સોસાયટીમાં કોમન પ્લોટમાં વાહન પાર્કિંગ કરતાં નિવૃત્ત આર્મીના જવાન લાલુભાઈ ડાભી સાથે છગનભાઇ ભટ્ટ નામના શખ્સ સાથે બોલાચાલી થતાં ગુસ્સા પરનો કાબૂ ગુમાવી નિવૃત્ત આર્મી જવાને તેની પાસે રહેલ ગનમાંથી હવામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં સીટી ડીવાયએસપી સફીન હસન, ભરતનગર પોલીસ મથકના પીઆઈ યાદવ તથા એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
એએસપી સફિન હસને જણાવ્યું હતું કે અધેવાડા ગામે આવેલ શિવેશ્વર સોસાયટીમાં આવેલ ફાયરિંગની ઘટના બનવા પામી છે. એક જ સોસાયટીમાં રહેતા નિવૃત આર્મીમેન અને તેના પાડોશી બંને વચ્ચે સોસાયટીની જગ્યાએ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા નિવૃત આર્મીમેને પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વરથી હવામાં ફાયરીંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે તાત્કાલિક હથિયારો અને આરોપીને કબજે કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.