ભાવનગર શહેર-જિલ્લામાં કોરોના મહામારીનો વ્યાપ ઘણાં ખરાં અંશે વ્યાપ્ત છે ત્યારે શહેરની સર.ટી હોસ્પિટલમાં આવેલ ટ્રોમા સેન્ટર પાછળ કચરા-ગંદકી નો મસમોટો જમાવડો જોવા મળી રહ્યો છે વતૅમાન જાહેર આરોગ્ય લક્ષી બાબતો ને લઈને શહેરમાં દરેક સ્થળે રૂટિન સાફસફાઈ અત્યંત જરૂરી છે ત્યારે હોસ્પિટલમાં તો આ બાબતે તંત્ર એ ગંભીરતા પૂર્વક કામગીરી કરવી જોઈએ અને રાઉન્ડ ધ કલોક સફાઈ જરૂરી છે પરંતુ સફાઈ આ બાબતે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે સર.ટી હોસ્પિટલમાં નેતાઓ છાશવારે મુલાકાત લેતાં હોય છે પરંતુ સ્વચ્છતા અંગે યોગ્ય ટકોર ન કરતાં હોય તેવું લોકો જણાવી રહ્યાં છે આથી આ અંગે જવાબદાર તંત્ર સર.ટી હોસ્પિટલમાં રોજિંદી સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરે એવી લોક માંગ પ્રબળ બની છે.