નવા ખેલાડીને ટીમમાં સ્થાન ન મળતાં રમિઝ રોષે ભરાયો

791

નવી દિલ્હી,તા.૨૮
ક્રિકેટ જગતમાં હમેશાંથી વિવાદોમાં રહેતા પાકિસ્તાની ક્રિકેટર્સ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ વખતે પણ ચર્ચાનો વિષય બન્યા છે. જ્યારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમિઝ રાઝાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે એક યુટ્યુબ ચેનલને ઇન્ટરવ્યુ આપતાં આક્ષેપ કર્યા હતા કે, તણાવ વધતાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ફિક્સર્સની એન્ટ્રી થઇ જાય છે. રમિઝ રાઝાએ પાકિસ્તાનના ઝિમ્બાબ્વે પ્રવાસ પર કટાક્ષ કરતાં કહ્યું કે, આ પ્રવાસ એક્સપરિમેન્ટલ હોવો જોઇએ. બોર્ડ નવા ખેલાડીઓને તક આપતું તો આઈસીસી ઈવેન્ટમાં પ્રતિભાશાળી ટીમ તૈયાર થતી. પાકિસ્તાનના યુવા ક્રિકેટર્સને તક મળતી અને ટીમ મજબૂત બનતી, પરંતુ અહીં અલગ જ રમત રમાઇ રહી છે. હાલમાં પાકિસ્તાન ક્રિકેટમાં સામેલ કરાયેલા તબિશ ખાનનું નામ લીધા વગર રમિઝ રાઝાએ કહ્યું કે તણાવ વધતાં જ ટીમમાં જૂના ખેલાડી આવી જાય, ફિક્સર્સની એન્ટ્રી થાય છે. વિકેટકિપરને મિડલ ઓર્ડર બેટ્‌સમેન બનાવી દેવામાં આવે છે, પરંતુ આવા ફેરફારથી કોઇ ટીમ ટી-૨૦ વર્લ્‌ડ કપ નથી જીતતી. ૪૦ વર્ષની ઉંમરે અહીં લોકો ડેબ્યુ કરે છે. તો તેઓ પાકિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય કેવી રીતે બની શકે છે. નોંધનીય છે કે ૧૮ વર્ષ પછી ૩૬ વર્ષના તબિશ ખાને ઝિમ્બાબ્વે વિરુદ્ધ બીજી ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ છે.
આ પહેલા ૧૯૫૫માં પાકિસ્તાન તરફથી મીરાન બખ્શને ૪૭ વર્ષ અને ૨૮૪ દિવસની ઉંમરે કારકિર્દીની પહેલી ટેસ્ટ રમવાનો મોકો મળ્યો હતો.

Previous articleમિર્ઝાપુરના પંડિતજી રસ્તા પર લાડુ વેચીને ગુજરાન ચલાવે છે
Next articleનિવૃત્તિનો એક માસ બાકી છતા ગામમાં વીજળી શરુ કરવા કર્મચારી તળાવમાં તરીને જીવના જોખમે વીજ પ્રવાહ શરૂ કર્યો