મહાપાલિકાની રિબેટ યોજના વધુ એક માસ લંબાવવામાં આવી

545

ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ અને મ્યુની. કમિશ્નર એમ.એ ગાંધી સહીતના સબંધીત વિભાગના અધિકારીઓ અને સ્ટે. કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી.આ મળેલી બેઠકમાં ૩૨ જેટલા ઠરાવો રજુ થયા હતા. ચર્ચા વિચારણાના અંતે તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. જ્યારે અધ્યક્ષ સ્થાનેથી મિલ્કતવેરા ભરપાઇ કરનારને ૧૦ ટકા રિબેટ યોજના અને જનભાગીદારીના કામોને મંજુર કરવામાં આવ્યા હતા. મહાપાલિકા દ્વારા દર વર્ષની માફક ચાલુ વર્ષનો મિલ્કત સહિતનો વેરો ભરપાઇ કરનારને ૧૦ ટકા રિબેટ આપવામાં આવે છે. જેની મુદત એક મહિનો લંબાવાઇ હતી ત્યાર બાદ વર્તમાન પરિસ્થિતને ધ્યાને લઇ વધુ એક માસ લંબાવવાનો નિર્ણય કારોબારી બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જનભાગીદારીના કામો અંગે સરકારમાંથી મંજુરી મળતા તેને પણ મંજુર કરવામાં આવ્યા હતા. જ્યારે અગાઉથી જાહેર કરાયેલ ૩૨ મુદ્દાના એજન્ડામાં દુખીશ્યામ બાપાના સર્કલથી મહાપાલિકાની હદ સુધીના રસ્તાને નેશનલ હાઇવે ઓથોરીટી પાસેથી મહાપાલિકાએ સંભાળવાના નિર્ણયને પણ મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત બોરતળાવ પોલીસ સ્ટેશન માટે ફાળવવાની જગ્યાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.
શહેરના વિવિધ વિકાસના કામો અને લીજ પટ્ટાના ઠરાવોને કારોબારી સમિતિની બેઠકમાં સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. આમ, આજની બેઠકમાં રિબેટ યોજનામાં વધુ એક માસ લંબાવાતા કરદાતાઓને તેનો લાભ મળશે.

Previous articleભારત-અમેરિકા ભાગીદારી અંગે એસ. જયશંકર જેક સુલિવન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ
Next articleસરવેડી ગામે નાળામાંથી અજાણી મહિલા અને પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર