સરવેડી ગામે નાળામાંથી અજાણી મહિલા અને પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર

692

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સરેડી ગામની સીમમાં એક શખ્સ તથા મહિલાની લાશ મળી આવતા સોનગઢ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી તપાસનો ધમધમાટ આદર્યો હતો.

સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સરેડી ગામની સીમમાં રોજિંદા ક્રમ મુજબ ગામનાં ગોવાળો પશુ ચરાવવા ગયાં હોય જ્યાં વગડામાં એક પુરુષ તથા એક મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ જોવા મળતાં ગોવાળોએ ગામના લોકો તથા સરપંચ ને જાણ કરતાં સરપંચ તથા લોકો ના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સોનગઢ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને લાશોનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી આ લાશથી થોડે દૂર નાળા પાસેથી એક બીનવારસી બાઈક નં ય્-ત્ન-ઈ-૯૭૩૧ મળી આવતાં પોલીસે આ બાઈક નો પણ કબ્જો લીધો હતો પોલીસ ની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા તથા પુરૂષ પ્રેમી પંખીડા હોવા સાથે કોઈ ઝેરી ઝંતુનાશક દવાનું સેવન કરી આપઘાત કર્યો હોવાનું જણાયું હતું પરંતુ બંને ની કોઈ ઓળખ કે વધુ વિગત ન મળતા તથા ખરેખર આ બનાવ આત્મહત્યા કે હત્યા નો છે તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે લોકો ના ટોળેટોળાં એકઠા થયા હતા સમગ્ર બનાવને લઈને સરેડી સહિતના આસપાસ ના ગામોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Previous articleમહાપાલિકાની રિબેટ યોજના વધુ એક માસ લંબાવવામાં આવી
Next articleઝીરો કેઝ્‌યુલીટીના મુખ્યમંત્રીના મંત્રને સાકાર કરવામાં ભાવનગર જિલ્લો સફળ રહ્યો : મંત્રી ભૂપેન્દ્રસિંહ