ભાવનગર શહેરના ચાવડીગેટ, પાવર હાઉસની બાજુમાં, આવેલા મહાન સુફી-સંત હઝરત રોશન ઝમીર મહંમદશાપીર વાડીવાળાનો ઉર્ષ શરીફ સાદગીપુર્વક સરકારની ગાઈડ લાઈન મુજબ ઉજવાયો હતો. દરગાહ શરીફમાં સંદલશરીફ, ચાદરશરીફ, સલાતો-સલામ કરી દુવાઓ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને વિશ્વભરમાંથીં કોરોના વાઇરસ જેવિ બિમારી દુર થાય અને આપણા ભારત દેશમાં કોમી એકતા, ભાઈચારો અને એખલાસનો માહોલ કાયમ રહે, દેશ પ્રગતિઅને વિકાસ કરે તેવી દુવાઓ કરવામાં આવી હતી.