દેશભરમાં ચાલતી કોરોના મહામારીનાં કારણે જેલમાંથી કેદીઓ ઓછા કરવાનાં ભાગરૂપે કરાયેલા નિર્ણયથી ભાવનગર જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કામનાં કેદીઓને બે મહિના માટે પેરોલ ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી અંતર્ગત સુપ્રિમકોર્ટ દિલ્હીનાં આદેશથી બનાવવામાં આવેલ ગુજરાત રાજ્ય હાઈ પાવર કમીટીની ભલામણ અને જેલ વિભાગના અધિક પોલીસ મહાનિરીક્ષકની સુચના મુજબ ભાવનગર આજીવન કેદની સજા ભોગવતા પાકા કામનાં ૧૭ કેદીઓને છોડવા ભલામણ કરતા કલેકટર દ્વારા તમામ કેદીઓને બે મહિનાની મુદત માટે પેરોલ પર છોડવા હુકમ કરતા કોરોનાની ગાઈડ લાઈનની સમજ આપી ગઈકાલે ૧૨ કેદીઓને પ્રથમ તબક્કે પેરોલ રજા ઉપર જેલ મુક્ત કરવામાં આવ્યા હતા.