ભરતનગર પોલીસ મથક તળે આવતા અધેવાડા ગામનો દેવીપુજક શખ્સ અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોય જેને આજરોજ એચ.ડી.એમ.ના હુકમથી તડીપાર કરી સુરત ખાતે ધકેલી દીધો હતો.
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી એલ માલ તેમજ ના.પો. અધિની સુચના મુજબ ભરતનગર પોલીસ સ્ટેશનનાં હરેશભાઈ પંડ્યા સંજયભાઈ ચુડાસમા એઝાઝખાન મહેન્દ્રસિંહ સરવૈયા ડી.સી. ગોહિલ તથા પી.એસ.આઈ.ગૌરવભાઈનાએ અધેવાડા ગામે રહેતો લાલુ ધારશી પરમાર જા દે.પુ.ને અસંખ્ય અસામાજિક ગુનાઓને ધ્યાને લઈને એસ.ડી.એમ. એ તડીપારી મંજુરીની મહોર મારતાં ભરતનગર પોલીસ સ્ટશનનાં સ્ટાફે લાલુ ધારશીભાઈ પરમાર જા. દે.પુ. રહે અધેવાડા ગામ દે.પુ.વાસ વાળાને પકડી જીલ્લા બહાર સુરત મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર કામગીરીમાં ભતરનગર પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.એમ.ચાવડા. તથા પી.એસ.આઈ. રંગપડીયા તથા ભરતનગર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે જોડાયો હતો