નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૭ વર્ષ પૂરા થયેલ, હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને, ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર શહેરના ત્રણેય ઝોનમાં વિવિધ સેલ મોરચા દ્વારા આજે સંયુક્ત રીતે રક્તદાન સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ સ્વૈચ્છીક રક્તદાન કર્યું હતું. કેન્દ્ર સરકારના સફળતા પૂર્વક સાત વર્ષ પૂર્ણ થતાં ભાવનગર શહેર ભાજપના વિવિધ સેલ મોરચાઓ દ્વારા ત્રણ ઝોનમાં રક્તદાન કેમ્પો યોજવામાં આવેલ જેમાં ગૌરીશંકર ઝોન દ્વારા ઓમ પાર્ટી પ્લોટ, રુવાપરી ઝોન દ્વારા ઓમ પ્લાઝા – ડોન ચોક, તેમજ તખતેશ્વર ઝોન દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રક્તદાનના ચોથા સેવાકાર્યનું આયોજન, ભાવનગર શહેર કિસાન મોરચા દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવેલ. તમામ કેમ્પો સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાકે એક જ સમયે શરૂ થયેલ. સમગ્ર કાર્યક્રમ ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતિબેન શિયાળ, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ભાવનગર શહેરના અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ,ડી. બી. ચુડાસમા, મેયર કિર્તિબેન દાણીધરીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, સહિત શહેર સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.