સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા રેડક્રોસ અને નિર્દોષાનંદ હોસ્પિટલને બાયપેપ મશીન અર્પણ કરાયા

619

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં સહયોગથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર જીલ્લાની બે હોસ્પિટલને કોરોનાનાં દર્દીઓ માટે ૨ BIPAP MACHINE અનુદાનિત કરવામાં આવેલ.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની યાદીમાં જણાવાયું છે કે તાજેતરની કોરોના મહામારીને નિયંત્રિત કરવામાં સહયોગ આપી શકાય તેવા શુભ આશયથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતની પસંદગીની ચેમ્બરોની બનેલ રીજીયોનલ કાઉન્સિલ જેમાં સૌરાષ્ટ્ર ચેમ્બર પણ સભ્ય છે તેનાં માધ્યમથી દરેક રીજીયોનલ ચેમ્બરને BIPAP MACHINE કોરોનાનાં દર્દીઓનાં ઉપયોગ માટે અનુદાનિત કરવાનો પ્રશસ્ય નિર્ણય લેવામાં આવેલ તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર ચેમ્બરને ૨ BIPAP MACHINE હોસ્પિટલમાં અનુદાન આપવા માટે મળેલ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને મળેલ ૨ BIPAP MACHINE માનવ સેવાની શ્રેષ્ઠ કામગીરી કરતી સંસ્થાઓ પૈકી નિર્દોશાનંદજી હોસ્પિટલ-ટીંબી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી-ભાવનગરને તેની અલંગ શાખાને ચેમ્બરનાં પ્રમુખ કિરીટભાઈ સોનીની આગેવાની હેઠળ અર્પણ કરવામાં આવેલ.
બન્ને સંસ્થાનાં ટ્રસ્ટીઓએ આ માટે ચેમ્બર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ.

Previous article૧૬૦ ટેસ્ટમાં ૬૧૪ વિકેટ સાથે એન્ડરસન શ્રેષ્ઠ બોલર
Next articleબોગસ કસ્ટમ અધિકારીના નામે મહિલા સાથે રૂા. ૯.૫૦ લાખની છેતરપીંડીની ફરિયાદ