ભાવનગર મહા પાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી આરંભી દીધી છે પણ લાખો રૂપિયાના આંધણ બાદ પણ ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હલ થતી નથી.
મહાનગરપાલિકાએ હાલમાં વૈશાલી ટોકીઝ,રૂવાપરી વિસ્તારમાં કામગીરી આરંભી છે અને આગામી ચોમાસાના આરંભ એટલે કે ૧૫ જુન સુધીમાં મહદ અંશે પૂર્ણ થવાની વાત કરી છે જો કે કામ પૂર્ણ થશે કે કેમ અને પાણી ભરાશે કે કેમ ? તે સવાલ ઉભાને ઉભા રહે છે.
ભાવનગર મહા પાલિકાએ પ્રી મોન્સુન કામગીરી વૈશાલી ટોકીઝ, રૂવાપરી રોડ, મોતીતળાવ, સિદસર રોડ, ખારા વિસ્તાર તથા ક. પરા વોર્ડ માં ધનાનગર, પોપટનગર, શિવનગર વગેરે જેવા નીચાણવાળા વિસ્તારોમાં આરંભી દીધી છે વરસાદી પાણીની નિકાલ માટેની સ્ટ્રોમ લાઈનોને સાફ કરવામાં આવી રહી છે કીચડ, કાદવ અને કચરો કાઢવામાં આવી રહ્યો છે. આને લઈ ભાવનગર મેયર દ્વારા ચાલી રહેલ તમામ વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું હતું. મહાનગરપાલિકા લાખોના ખર્ચે દર વર્ષની જેમ કામગીરી કરી રહી છે દર વર્ષની જેમ કામગીરી શરુ કરી છે પણ કામગીરી મોડી આરંભવામાં આવી છે જેને પગલે ડ્રેનેજ વિભાગના અધિકારી આર જી પરીખ જણાવે છે કે ૨૦ જુન એટલે કે ચોમાસાનો પ્રારંભ થાય તે દિવસે કામગીરી મહદઅંશે પૂર્ણ થઇ હશે એટલે સંપૂર્ણ પૂરી નહી થઇ હોઈ જેથી વરસાદ સમયસર પધારે તો બાકી રહી ગયેલા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહેશે તે નિશ્ચિત થાય છે.
ભાવનગર મહાપાલિકાએ મોડી આરંભ કરેલી પ્રી મોન્સુન કામગીરીમાં મુખ્ય સમસ્યા જોઈએ તો શહેરના વરસાદના પાણી દરિયામાં જતી હોઈ છે અને તે મુખ્ય લાઈનનું મુખ દરિયાઈ ખાર વિસ્તારમાં ખાડીમાં આવેલું છે.
જ્યાં હાલ પુનમ જવાના કારણે ત્યાં કીચડ હોવાથી વ્યક્તિ પણ જઈ શકતો નથી. ત્યારે જેસીબી જેવા સાધનો લઇ જવા અશક્ય છે ત્યારે મહાનગરપાલિકા કીચડને શુકાવા માટે રાહમાં છે તેને પાંચ કે દસ દિવસ લાગી શકે છે. પણ ત્યાં સુધીમાં ચોમાસું દસ્તક દેશે અને જો સમયસર વરસાદ આવી પોહ્ચશે તો મુખ સાફ નહી થાય અને શહેરના વરસાદી પાણીને દરિયામાં જવામાં સ્ટ્રોમ લાઈનમાં રહેલો કચરો અને સ્ટ્રોમ લાઈન આગળ જામેલો કીચડ વિઘ્ન બની શકે છે તેથી સમસ્યા ઉભી થશે.
જો કામગીરી વહેલા આરંભવામાં આવી હોત તો કદાચ હાલમાં સ્ટ્રોમ લાઈનનું મુખ્ય મુખ પણ સાફ થઇ ગયું હોત એટલે હવે ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધી જાય છે.