(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩
ભારત સરકારની થિંક ટૈંક નીતિ આયોગે સતત વિકાસના લક્ષ્યો પર પોતાની ત્રીજી રિપોર્ટ ૨૦૨૦-૨૧ જાહેર કરી છે. Sustainable Development Goals નામની આ રિપોર્ટમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની સામાજિક, આર્થિક અને પર્યાવરણીય સ્થિતિ પર પ્રદર્શનનું આકલન કરવામાં આવે છે.આ વખતના રિપોર્ટમાં કેરળ ટોપ પર રહ્યુ છે, જ્યારે બિહારનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યુ છે. ઝારખંડની સ્થિતિ પણ સારી નથી અને તે બિહારથી ઉપર છે.નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે દિલ્હીમાં ગુરૂવારે આ રિપોર્ટ લોન્ચ કરી હતી, તેમણે કહ્યુ કે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ અને ડેશબોર્ડના માધ્યમથી એસડીજીની નજર અમારા પ્રયાસને વિશ્વમાં ઓળખ મળી રહી છે અને આ ડેટાનો ઉપયોગ વિકાસના પ્રોજેક્ટ પર કરવામાં આવી રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે નીતિ આયોગની એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારના સામાજિક, આર્થિક અને પર્યાવરણના ક્ષેત્રમાં તેમની પ્રગતિને માપતા અને આ આધાર પર તેમની રેન્કિંગ કરે છે.આ વખતે આ રિપોર્ટમાં ૧૭ લક્ષ્યો પર ૩૬ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રદર્શનનું આકલન કરવામાં આવ્યુ છે. આ રિપોર્ટમાં જો પાંચ ટોપ પરફોર્મર રાજ્યોની વાત કરીએ તો ટોપ ફાઇવની યાદીમાં કેરળ પ્રથમ, બીજા નંબર પર હિમાચલ પ્રદેશ અને તમિલનાડુ, ત્રીજા નંબર પર આંધ્ર પ્રદેશ, ગોવા, કર્ણાટક, ઉત્તરાખંડ, ચોથા નંબર પર સિક્કિમ અને પાંચમા નંબર પર મહારાષ્ટ્ર છે. કેરળ ૨૦૧૯ની રેન્કિંગમાં પણ પ્રથમ નંબર પર હતું.પાંચ પછાત રાજ્યોની વાત કરીએ તો બિહાર સૌથી નીચે છે, તેની ઉપર ઝારખંડ છે અને પછી આસામનો નંબર આવે છે. અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પણ પછાત છે. તે બાદ છત્તીસગઢ, નાગાલેન્ડ અને ઓરિસ્સા છે.ગરીબી ઉન્મૂલન કેસમાં તમિલનાડુ અને દિલ્હીનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યુ છે. બીજી તરફ પોતાની જનતાની ભૂખ મિટાવવા મામલે શાનદાર કામ કરતા કેરળ અને ચંદીગઢ ટોપ સ્થાન પર છે. સારા સ્વાસ્થ્ય મામલે ગુજરાત અને દિલ્હીએ સારૂ કામ કર્યુ છે અને ટોપ રહ્યા છે. ગુણવત્તા પૂર્ણ શિક્ષણ આપવામાં કેરળ અને ચંદીગઢનું કામ સર્વોત્તમ રહ્યુ છે. ઉદ્યોગ, આવિષ્કાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત અને દિલ્હી ટોપ પર રહ્યા છે.
જો ૨૦૧૯ના આંકડાની તુલના કરીએ તો મિઝોરમ, હરિયાણા અને ઉત્તરાખંડે આ ઇન્ડેક્સ પર સૌથી સારૂ પ્રદર્શન કર્યુ છે. મહત્વપૂર્ણ છે કે આ રિપોર્ટને માર્ચમાં પ્રદર્શિત કરવામાં આવવાનુ હતુ પરંતુ પાંચ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત સાથે ત્યા આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ હતી, માટે આ રિપોર્ટના પ્રકાશનને રોકી દેવામાં આવ્યુ હતું. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ રિપોર્ટનો એક ભાગ દેશના તમામ ૩૬ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમર્પિત છે. આ રિપોર્ટનું વિસ્તૃત વિશ્લેષણ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નીતિઓ બનાવી રહેલી સંસ્થાઓ માટે ઘણો ઉપયોગી સાબિત થશે.