વડાપ્રધાન આવવાના હોય ત્યારે યુદ્ધના ધોરણે થાંભલા ઉભા કરી દેવાયા – શંકરસિંહ વાઘેલા

494

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી છે. તેઓ આજે ભાવનગર જિલ્લાના તળાજા મહુવા તેમજ અમરેલી જિલ્લાના અને ગીર સોમનાથ જિલ્લાના વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેશે અને ખેડૂતોના પ્રશ્નો સાંભળશે, તે પહેલા તેઓ આજે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
પત્રકાર પરિષદ દરમિયાન મીડિયા સામે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં અમે ગ્રામ્ય વિસ્તારોમાં તેમણે ખેડૂતો સાથે સંવાદ કર્યો છે ત્યાં તમામ ગામડાઓમાં હજુ પણ ખેતીવાડીની લાઈટ ચાલુ કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રશ્ન છે. જ્યારે વડાપ્રધાન આવવાના હોય ત્યારે યુદ્ધના ધોરણે થાંભલા ઉભા કરી દેવામાં આવે છે. અને લાઈટ ચાલુ કરી દેવામાં આવે છે. તો ખેડૂતોને શા માટે વીજળી આપવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન કાર્યક્રમો યોજી અને ખેડૂતોને ખેતી કઈ રીતે કરવી તે અંગેની સલાહ આપે છે. પરંતુ ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે તેમને તે સલાહની જરૂર નથી તેમને સહાયની જરૂર છે. સરકાર ૧૦૦૦ કરોડની સહાય કરે છે. તેનાથી ખેડૂતોને પૂરતું નથી પાંચ હજાર કરતાં વધુ સહાય ગુજરાતમાં મળવી જોઈએ. તેમણે મહુવાના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં થયેલી નુકસાની બાબતે પણ વાત કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અને ખેડૂતોને ખેતી પગભર કરવા માટે નવી લોન આપવી જોઈએ. આ દેશ ખેતીપ્રધાન છે ત્યારે દેશના સાચા માલિકો ખેડૂતો છે ઉદ્યોગપતિઓ નહીં. સરકાર માત્ર સર્વે સર્વે કરી રહી છે. પરંતુ સર્વે નહીં ખેડૂતોને સહાય આપો. તેમણે કોરોના અંગે જણાવ્યું હતું કે સરકારે જાણી જોઈને લોકોને મરવા દીધા હોય તેવું લાગે છે. જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ હતી તેના માટે તેઓ સરકારને જવાબદાર ગણી રહ્યાં છે. ચૂંટણી દરમિયાન જે ભીડ ભેગી કરવામાં આવી તેને લઈને ઇલેક્શન કમિશન પર નહીં પરંતુ વડાપ્રધાન પર કેસ થવો જોઈએ. કારણ કે વડાપ્રધાન માલિક છે ઇલેક્શન કમિશનને તો તેમના નીચે આવતા વિભાગો છે. તથા અમરેલી, રાજુલા, જાફરાબાદ, ઉનાના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની આવતી કાલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મુલાકાત લેશે.

Previous articleભાવનગર જિલ્લા પંચાયત સામે આવેલા પેટ્રોલ પંપમાં આગ લાગતા અફરાતફરી, કર્મચારીઓએ જ આગ પર કાબૂ મેળવ્યો
Next articleસેવાભાવી દ્વારા રૂ.૧૭ લાખથી વધુની કિંમતના ૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સર ટી. હોસ્પિટલને અર્પણ કરાયા