પીપાવાવ પોર્ટ ખાતેથી વિશ્વના સેંકડો દેશો સાથે સમુદ્રી માર્ગે વેપાર વણજ ખૂબ ટુંકા સમયગાળામાં ધમધમતો થયો છે. જેની ફલશ્રૃતિએ વિશ્વના અગ્રહરોળમાં સ્થાન પામેલા અનેક બંદરગાહ પૈકી પીપાવાવ પોર્ટને પણ સ્થાન પ્રાપ્ત થયું છે. રીલાયન્સ, અદાણી સહિત અને વિશ્વ વિખ્યાત કંપનીઓએ અત્રે કરોડો રૂપિયાનું વ્યાવસાયી રોકાણ કર્યુ છે. ર૪ કલાક ધમધમતા આ બંદરગાહ પરથી મહાકાય જહાજો દ્વારા વસ્તુ-સાધન સામગ્રીની સરળતાપૂર્વક આયાત-નિર્પાત કરવામાં આવી રહી છે. આ સ્થાન સૌરાષ્ટ્રની આર્થિક કરોડોરજ્જુ સમાન સાબીત થઈ રહ્યું છે.