ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મહેસાણાનાં વિસનગર આવી પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથ તેમનાં બ્રહ્મલીન ગુરૂભાઈ મહંત ગુલાબનાથજીનાં ભંડારા મહોત્સવમાં આપવા માટે અહિં પહોચ્યા હતા. અહીં તેમને વિસનગર ખાતેનાં રામજી મંદિર સ્થિત નાથજી મઠ ખાતે પોતાની હાજરી આપી હતી.
ત્યારે ભંડાર મહોત્સવ નિમિત્તે શુભ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી ધર્મસભામાં યોગી આદિત્યનાથે સંબોધન કર્યું હતું.
જેમાં તેને મોદીની તુલના સરદાર પટેલ સાથે કરી હતી. અને ગુજરાતને ધર્મની ધરતી ગણાવી હતી. મોદીના વખાણ કરતા યોગીએ કહ્યું કે ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીએ દેશને જાતિવાદથી મુક્ત કર્યો છે. અને ગુજરાતની ધરતીએ વિશ્વને સહ અસ્તિત્વનો પરિચય કરાવ્યો છે. આ સાથે જ કહ્યું કે જો આપણે જાતિ વ્યવસ્થામાં વહેંચાયેલા ન હોત તો સોમનાથ મંદિર ના તૂટત.
જેથી યોગીએ કહ્યું કે છુત અછૂતને આપણે દૂર કરવી પડશે. અને જાતિવાદને તિલાંજલિ આપવા સાધુ સંતોને હાકલ કરી હતી.યોગીએ કહ્યું કે કેટલાક લોકો સમાજને જાતિવાદના નામે તોડવા માંગે છે, પરંતુ આપણે એવું નહિં થવા દઈએ. જાતિવાદને તોડવા માટે સાધુ સંતો અભિયાન ચલાવે છે. યોગીએ ગુજરાતની જનતા અને સાધુ સંતોના વિશ્વાસ બદલ આભાર વ્યર્ત કર્યો હતો.