ઘરે ઘરે જીને પીજરા તથા વૃક્ષના રોપા વિતરણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી

1022

માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ભાવનગર દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ૨૦૨૧ ના રોજ ૐઝ્રૈંન્ કંપની તથા દેવેનભાઈ શેઠ (ગ્રીન સિટી) ના સહયોગથી માજી સૈનિકોના ઘરે ઘરે જઈને પીંજરા તથા વૃક્ષનો છોડ નિશુલ્ક ઘર સુધી પહોંચાડીને કુલ ૩૦ માજી સૈનિકોના ઘર તથા ગરાસિયા સમાજ ભવન નવાપરા તથા જ્ઞાન ગુરુ સ્કૂલ કાળિયાબીડ એમ કુલ ૫૧ વૃક્ષો ના વૃક્ષારોપણ કરેલ છે.આ પવિત્ર કાર્યમાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના મનીષભાઈ વાજા, સુરેન્દ્રસિંહ રાણા, રાકેશભાઈ ભટ્ટ , મનહરભાઈ ભટ્ટ , અનિલ ભાઈ ચૌહાણ તથા માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ની અંદર આર્મી ની તાલીમ લઇ રહેલા તાલીમાર્થીઓ ઉદયસિંહ ગોહિલ કિશન ચૌહાણ નરેશ ઝાલા તથા જયપાલસિંહ ગોહિલ વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગર શહેરમાં મોડીરાત્રે જોરદાર વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
Next articleઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ