ભારતની પરમાણુ મિત્ર (સહેલી) ડો. નિલમ ગોયલે સરદાર પટેલ એજયુકેશન ઈન્સ્ટીટયુટ ઓફ કોમર્સ કોલેજમાં વિધાર્થીનીઓ અને શિક્ષકોની સાથે એક સેમીનારનું આયોજન કરેેલ. સેમીનારનો વિષય ભારતમાં વિજળી ઉત્પન્ન યોજનાનો હતો.
પરમાણુ સહેલીએ બતાવ્યું કે, વર્તમાન તેમજ ભવિષ્યમાં વિજળીની જરૂરીયાત તેમજ ભારતના દુરના વિસ્તારોના પરિવારોમાં પણ વિજળી ઉપલબ્ધ કરાવવાનો હેતુ, ભારતની કુલ વિજળી ઉત્પાદનની એક મૂળભૂત યોજના બનાવી હતી.
આ યોજનાને બનાવતા સમયે, ભારતે પોતાના સરકારી બિનસરકારી, એજન્સી, ભૈાગોલિક વિજ્ઞાનિકો, પર્યાવરણ સુરક્ષા એજન્સીઓ, પ્રાણી જગતના વૈજ્ઞાનિકો, પરમાણુ ઉર્જા વિજ્ઞાનિકો, ભુકંપ વિશેષકોં, કુષિ વિજ્ઞાનીકો, ઉત્કૃષ્ટ યોજનાકારો, વિધ્યુત ઉત્પાદન સબંધિ તમામ કંપનીઓ, વિગેરેની સાથે ઉંડાણથી વિચાર વિમર્શ કરીને અમલ કર્યો હતો.
વિજળી ઉત્પાદન સબંધી તમામ સ્ત્રોતની ઉપલબ્ધતા, મહત્વતા તેમજ સીમાઓને ધ્યાનમાં રાખી વિજળી ઉત્પાદનની આ યોજનામાં વાર્ષિક અંદાજીત પ્રતિવ્યકિતના હિસાબથી પ૦૦૦ યુનિટ વિજળીનું ઉત્પાદન કરવાનું નકકી કરેલ હતું.
તેમાંથી પરમાણું ઉર્જા થી ર૦૦૦ યુનિટ (જરૂરી સ્થાપના ક્ષમતા ૪.૦૦ લાખ ૮૦ હજાર મેગાવોટ)ઃ સૈાર ઉર્જાથી ૧૦૦૦ યુનિટ (જરૂરી સ્થાપના ક્ષમતા ૧૩.૦૦ લાખ મેગાવોટ)ઃ કોલસો, તેલ અને ગેસથી ૧૦૦૦ યુનિટ (જરૂરી સ્થાપના ક્ષમતા ર.૬પ લાખ મેગાવોટ)ઃ તેમજ હાઈડ્રો પવન જીવ વિગેરેમાંથી ૧૦૦૦ યુનિટનું ઉત્પાદન સુનિશ્ચીત કરવામાં આવ્યું.
સંપૂર્ણ વિજળી ઉત્પાદનની યોજના બનાવતા સમયે એ વાત મુખ્યરૂપથી ધ્યાનમાં રાખવામાં આવી હતી કે વિજળી ઉત્પાદન ની આ યોજનાથી સમગ્ર માનવ જન કલ્યાણનું હિત સમાયેલું છે, વિનાશ નહી.
પરમાણું ઉર્જાથી વિજળી ઉત્પાદન કરવાનું કાર્ય ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છેજેનું નામ છે ’’ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ’’.
આ યોજના ધ્વારા ભારતને પરમાણુ ઉર્જા અંદાજીત વાર્ષિક પ્રતિ વ્યકિત ર૦૦૦ યુનિટ વિજળીનું ઉત્પાદન કરવાની છે. ભારત આ ઉત્પાદન કરવા સક્ષમ છે. પરમારણુ સહેલીએ પરમાણું ઉર્જા તેમજ પરમાણું વિજળી ઘરોના અનુસંધાને અમુક વાસ્તવિક મુદૃાઓની જાણકારી આપી.
સુરક્ષાની દ્રષ્ટિએ તે એવી રીતે હશે જેવી રીતે મોલમાં ફરવા ગયા હોઈએ. તેને શહેરની વચ્ચોવચ પણ સ્થાપવાથી કોઈ ખતરો ઉભો નહી થાય. પરમાણુ સહેલીએ ભારતની સૈાર વિજળી ઉત્પાદન યોજના અંગે પણ જણાવ્યું. આજથી રપ વર્ષ પહેલાથી ભારતે સૈાર ઉર્જા થી વિજળી બનાવવાના સંદર્ભમાં સરકારી, બિન સરકારી અનુસંધાન તેમજ એજન્સી, કૃષિ વિજ્ઞાનીક, યોજનાકાર, વિજળી ઉત્પાદન કંપનીઓ, વિગેરે સાથે બારીકાઈથી વિચાર વિમર્શ કરીને સૈાર ઉર્જાથી વિજળી ઉત્પાદન કરવાની યોજના બનાવેલ હતી.
પરમાણું સહેલીએ સેમીનારમાં ફિલ્મ પ્રદર્શન, પીપીટી પદર્શન તેમજ કર્ન્વસેશનના માધ્યમથી શિક્ષણ સંસ્થાની વિધાર્થીનીઓ તેમજ શિક્ષકોને સંસારના વાસ્તવિક જ્ઞાનથી અવગત કર્યા. ઉપરોકત કોલેજના આચાર્ય પૂજા રાણાએ પરમાણું સહેલના આ પ્રયાસને સફળ અને જરૂરી બતાવ્યો હતો.