રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘભાવનગરનાકોલેજિયન વિભાગ દ્વારા ૫મી જૂન ૨૦૨૧ પર્યાવરણ દિવસના રોજ કોળીયાકના દરિયા-કિનારે પર્યાવરણ સંરક્ષણ અને જતન માટે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનાકાર્યક્રમ થયેલ. જેમાં સવારે ૭ થી બપોરે ૧૨ વાગ્યા સુધીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાંસ્વયંસેવકો અને પર્યાવરણપ્રેમી યુવાનોએ કિનારા પર સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કર્યું હતું. દરિયા કિનારે હરવા-ફરવા જતાં લોકો દ્વારા પ્લાસ્ટિક જેવો કચરો બેદરકારી પૂર્વક નખાતોહોય છે, જે પર્યાવરણ અને અંતે સજીવસૃષ્ટિ માટે વિનાશ નોતરે છે,આવા લોકોમાં જાગૃતિ આવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તે હેતુથી આ અભિયાન કરવામાં આવ્યું હતું. જેમાં દરિયા કિનારા પરથી પ્લાસ્ટિકનો કચરો જેમ કે પ્લાસ્ટિકનીબોટલો, કોથળીઓ, રેપર વગેરે મોટા પ્રમાણમાં એકત્રિત કરાયું હતું. ઉપરાંત હાલમાં થયેલ વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયીથયેલ હતાં,આથી કોળીયાકના દરિયા કિનારે આવેલ મંદિર પરિસરમાં વિપુલ પ્રમાણમાં ઑક્સિજનઆપતા વૃક્ષો જેવાકેઆસોપાલવ, વડલો, લીમડો, બીલીપત્ર જેવા રોપોઓનુંમોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘભાવનગર વિભાગના વિભાગ પ્રચારક, નગર સેવા પ્રમુખ, નગર પર્યાવરણ સંયોજક, નગર કોલેજિયન પ્રમુખ અને સહ પ્રમુખ ઉપસ્થિત રહેલા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વયંસેવકોઅને પર્યાવરણપ્રેમી કોલેજિયન યુવાનો જોડાયા હતા.