વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે વિરાટની કેપ્ટનશિપમાં ભારત પાસે એક સારી ટીમઃ વેંગસકર

285

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૬
ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન અને ચીફ સિલેક્ટર રહી ચૂકેલા દિલીપ વેંગસકરનું માનવું છે કે ૧૮ જૂનથી સાઉથૈમ્પટનમાં ન્યૂઝિલેંડ સાથે થનાર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારત પાસે એક સારી ટીમ છે. દિલીપ વેંગસરકરે કહ્યું, ’જો તમે ભારતીય ટીમની તુલના ન્યૂઝિલેંડની ટીમ સાથે કરેશે તો ખેલાડીની દરેક ખેલાડી સાથે તુલના કરતાં ભારતની ટીમ અહીંયા સારી જોવા મળી રહી છે. નિશ્વિતપણે તેમાંથી બેમત નથી કે ટ્રેંટ બાઉલ્ટ એક વિશ્વ સ્તરીય બોલર છે અન કેન વિલિયમ્સન એક વર્લ્ડ ક્લાસ બેટ્‌સમેન, પરંતુ ભારત દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરનાર ટીમ છે.દિલીપ વેંગસકરએ ટીમ ઇન્ડીયાની પ્રશંસા કરતાં કહ્યું કે ’અમારી પાસે દુનિયાના સૌથી સારા સ્પિનર છે, તો બીજી તરફ આ ટીમ પાસે શાનદાર ફાસ્ટ બોલર આક્રમણ છે અને આ ટીમના બેટ્‌સમેન પણ ખુબ શાનદાર છે.
ભારતીય ટીમ અત્યારે આઇસીસી ટેસ્ટ રેન્કીંગમાં ટોપ પર છે. જ્યારે ન્યૂઝિલેંડ બીજા નંબર પર છે. આઇસેસી ડબ્લ્યૂટીસી ફાઇનલ શરૂ થતાં પહેલાં એ વાતની અટકળો લગાવવામાં આવી રહી છે કે સાઉથૈમ્પટનની સ્થિતિ ન્યૂઝિલેંડના પક્ષમાં હશે કારણ કે કીવી ટીમ અત્યારે મેજબાન ઇંગ્લેંડની સાથે ૨ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. દિલીપ વેંગસરકરે કહ્યું ’ભારતીય ટીમમાં ટેલેન્ડેટ ખેલાડી છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા આ દુનિયાના સૌથી સારા ખેલાડી છે, પરંતુ એ પણ જરૂરી છે કે બીજા ખેલાડી પણ તેમનો સાથ આપે અને તમે જાણો છો કે ફક્ત ૨ ખેલાડીઓ તમારા પર નિર્ભર ન રહી શકે. જો તમે ટેસ્ટ મેચ રમી રહ્યા છો તો દરેક ખેલાડીને પોતાનું યોગદાન આપવું પડશે.

Previous articleયામી ગૌતમના લગ્ન પછી પહેલો ફોટો આવ્યો સામે, નવી નવેલી દુલ્હનના પરિધાનમાં જોવા મળી
Next articleકોરોના સામેની લડાઈ માટે ભાવનગરની એક્રેસીલ કંપની દ્વારા સર ટી હોસ્પિટલને ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કરાયા