પાક.માં ભીષણ રેલવે અકસ્માત સર્જાતાં ૩૦ લોકોનાં કરુણ મોત

383

(સં.સ.સે.) ઈસ્લામાબાદ,તા.૭
પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે સવારે એક ભીષણ રેલવે અકસ્માત સર્જાયો. સિંધના ઘોતકીમાં રેતી અને ડહારકી વચ્ચે બે ટ્રેનોની ભીડંત થતા અનેક લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ મુજબ અત્યાર સુધી ૩૦ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ટ્રેનની બોગીઓમાં અનેક લોકો હજુ ફસાયેલા છે આથી મૃત્યુઆંક વધી શકે છે. મળતી માહિતી મુજબ મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ એકબીજા સાથે ટકરાઈ. આ અકસ્માત ઘોતકી પાસે થયો છે. સ્થાનિક રિપોર્ટ મુજબ મિલ્લત એક્સપ્રેસની બોગીઓ બેકાબૂ થઈને બીજા ટ્રેક પર જઈને પડી અને સામેથી આવતી સર સૈયદ એક્સપ્રેસ તેની સાથે ટકરાઈ આ કારણે મિલ્લત એક્સપ્રેસની ૮ અને સર સૈયદ એક્સપ્રેસની એન્જિન સહિત ચાર બોગીઓ ટ્રેક પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી ૩૦ લોકોના માર્યા ગયા હોવાના સમાચાર છે. જ્યારે ૪૦થી ૫૦ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા અને સર સયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી. અકસ્માત વહેલી સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. ટ્રેનની બોગીઓમાં હજુ અનેક મુસાફરો ફસાયેલા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિત ઘોટકીમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં બે ટ્રેનોની વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા ૩૦ લોકોનાં મોત થયાના અહેવાલ છે. દુર્ઘટનાની ભયાનક તસવીરો જોઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. મળતી જાણકારી મુજબ, રેતી અને ડહારકીની વચ્ચે સર સૈયદ એક્સપ્રેસ ટ્રેન અને મિલ્લત એક્સપ્રેસ સાથે ટક્કર થઈ ગઈ. સ્થાનિક મીડિયા મુજબ આ દુર્ઘટનામાં ૪૦થી ૫૦ લોકો ઘાયલ પણ થયા છે. બીજી તરફ, રેડિયો પાકિસ્તાન મુજબ, આ દુર્ઘટના સોમવાર વહેલી પરોઢે સર્જાઈ અને મૃતકોનો આંકડો વધી શકે છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બોગીઓમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે બચાવ અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. રેલવેએ જણાવ્યું કે મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા જઈ રહી હતી ત્યારે રસ્તામાં તે ટ્રેક પરથી નીચે ઉતરી ગઈ. આ દરમિયાન રાવલપિંડીથી કરાચી જઈ રહેલી સર સૈયદ એક્સપ્રેસ તેની સાથે ટકરાઈ ગઈ. દુર્ઘટના બાદ મિલ્લત એક્સપ્રેસની આઠ અને સર સૈયદ એક્સપ્રેસના એન્જિન અને ત્રણ બોગીઓ પાટા પરથી ઉતરી ગયા. જ્યારે કેટલીક બોગીઓ ખાડામાં જઈને પડી. સિંધ પ્રાંતના ઘોતકી જિલ્લાના પોલીસ અધિકારી ઉસ્માન અબ્દુલ્લાએ જણાવ્યું કે, આ દર્ઘટનામાં ઓછામાં ઓછા ૪૦ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક ગામવાસીઓ, બચાવ ટીમ અને પોલીસ મદદ માટે દોડી આવી છે અને મૃતકો તથા ઘાયલ મુસાફરોને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે રાહત કાર્ય માટે ભારે મશીનરીની જરુર ઊભી થઈ છે, જે ઘટનાસ્થળ માટે રવાના થઈ ચૂકી છે.

Previous articleદિલ્હીમાં લોકોને મતદાન મથક પર જ વેક્સિન આપવામાં આવશે
Next articleસેન્સેક્સનો ૨૨૮ પોઈન્ટનો કૂદકો, નિફ્ટી ૧૫૭૦૦ની સપાટીને પાર