શહેરમાં શૈક્ષણિક સંકૂલો બાદ ખાનગી હોસ્પિટલો પર તવાઈ બોલાવતુ ફાયરબ્રિગેડ

502

ભાવનગર શહેરમાં લગાતાર ચાર દિવસથી ફાયરસેફ્ટી વિહોણા વ્યવસાયી એકમો સામે આકરાં પાણીએ કાર્યવાહી કરી રહેલ ફાયરબ્રિગેડના સ્ટાફે આજે બપોર બાદ શહેરની ૧૩ ખાનગી હોસ્પિટલોને સીલ મારતાં તબીબ આલમમાં સોંપો પડી ગયો છે.શહેરમાં ફાયરબ્રિગેડ દ્વારા આજે સપાટો બોલાવી એક સાથે ૧૩ હોસ્પિટલો આપાતકાલિન ઘટના સમયે રાહત તથા બચાવ માટે અતિ ઉપયોગી એવાં અગ્નિશામક સાધનો-વ્યવસ્થા વિહોણી તપાસના અંતે ફલિત થતાં આ હોસ્પિટલોને સીલ મારી સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ડોકટરો માં ફફડાટ ફેલાયો છે

ભાવનગર મહાનગરપાલિકા હેઠળનું ફાયરબ્રિગેડ વિભાગ છેલ્લા ચાર દિવસથી આક્રામક વલણ સાથે શૈક્ષણિક સંકુલો પર નિયમો-સાધનો વ્યવસ્થા ના અભાવ સબબ કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે આજે બપોર બાદ તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલ ટાર્ગેટ કરવામાં આવી હતી અને બપોરથી સાંજ સુધીમાં કુલ ૧૩ હોસ્પિટલ ને સીલ ઠપકાર્યા હતા સીલ કરાયેલ ખાનગી હોસ્પિટલોમાં જેલ રોડ પર આવેલ આદર્શ કોમ્પલેક્ષ સ્થિત એકમમા ૯ હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી જેમાં નિર્મલ નેચરોપેથી, શિવાની સર્જીકલ એડવાન્સ ઓર્થો કેર,ગઢીયા ઓર્થો કેર, લાડુબા ઓર્થો કેર, રાઠોડ સર્જીકલ સંઘાણી ઓર્થો કેર,જે.બી પટેલ હોસ્પિટલ, ઓમ સ્પેશ્યિલ હોસ્પિટલ કાળુભા રોડ, પુનિત મેડિકલ નર્સિંગ હોમ,ગુરૂદેવ હોસ્પિટલ કાળુભા રોડ,રેમ્બો હોસ્પિટલ કાળુભા રોડ ,ડો દેવાંગ પરમાર હોસ્પિટલનો સમાવેશ થાય છે આ તેર હોસ્પિટલ ને સીલ કરવામાં આવી હતી તંત્ર ની આ કાર્યવાહીના પગલે હોસ્પિટલ સંચાલકો ડોકટરો માં ભય ફેલાયો છે.

Previous articleપેટ્રોલ અને ડિઝલના ભાવમાંથી હાલ છૂટકારો નહીં મળેઃ પ્રધાન
Next articleભાવનગર શહેરમાં ચોમાસું નજીક આવતા પ્રિમોન્સુન કામગીરી ૭૦ ટકા પૂર્ણ