તાજેતરમાં એફ.આર.સી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ ફી બાબતો વાલીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. એફ.આર. સી દ્વારા રેડબ્રિક્સ સ્કૂલમાં પહેલા ધોરણની પ્રોવિઝનલ ફી ૮૦,૯૦૦ ફાઇનલ કરાઇ છે જ્યારે કે એક ખાનગી મેનેજમેન્ટ કોલેજના એમ.બી.એના કોર્સની ફી ૮૬,૦૦૦ છે. સરકારે ફરી વાલીઓને છેતર્યા હોવાનો આક્ષેપ વાલી મંડળો લગાવી રહ્યાં છે. ફી કમિટી દ્વારા અમદાવાદની ૩૭ અને ગાંધીનગર ૬ સ્કૂલની શુક્રવારે પ્રોવિઝનલ ફી જાહેર કરાઈ હતી. પ્રોવિઝનલ લિસ્ટ બાદ વાલીઓને દાઝ્યા પર ડામ અનુભવી રહ્યાં છે
એફ.આર.સી પાસેથી વાલીઓને અપેક્ષા હતી કે સ્કૂલોની ફી કરતા ઓછી ફી વાલીઓને ભરવી પડશે. જેને લઇને છેલ્લા ઘણા સમયથી વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે સઘર્ષ જોવા મળી રહ્યો હતો. પરંતુ આ એફ.આર.સીએ સ્કૂલોને આપેલા પ્રોવિઝનલ લિસ્ટ બાદ વાલીઓને દાઝ્યા પર ડામ અનુભવી રહ્યાં છે. વાલી સ્વરાજ્ય મંચના કન્વિનર અમિત પંચાલે જણાવ્યું હતું કે, એફ.આર.સી દ્વારા સ્કૂલોની જે ફી નક્કી કરાઇ છે તેની સાથે દરેક સ્કૂલોની જવાબદારી પણ નક્કી કરવી જોઇએ. સ્કૂલો કેટલી ફીમાં કેટલી સર્વિસ આપી રહી છે, કેટલા શિક્ષકો કેટલા એજ્યુકેશન ક્વોલિફિકેશન સાથે રહેશે.