અભિનેત્રી સોનમ કપૂરે જન્મદિવસ ઉજવ્યો

691

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૧૦
સોનમ કપૂર અહુજાએ નવ જૂનેે પોતાને ૩૪મો જન્મદિવસ ઉજવ્યો હતો. ફિલ્મ અભિનેતા અનિલ કપૂર અને સુનીતા કપૂરની દીકરી સોનમ કપૂરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાવરિયાથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. સોનમ કપૂરે મલેશિયામાં અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન પોકેટ મની માટે સોનમે વેઈટ્રેસની નોકરી પણ કરવી પડી હતી. રિપોર્ટ્‌સ અનુસાર સોનમ કપૂરને માત્ર ચાર દિવસ પછી નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી. ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા સોનમ કપૂરનું વજન ઘણું વધારે હતું. સંજય લીલા ભણસાલીએ તેને વજન ઘટાડવાની સલાહ આપી હતી. ડેબ્યુ પહેલા સોનમ કપૂરે લગભગ ૩૦ કિલો વજન ઓછુ કર્યુ હતું. વર્ષ ૨૦૧૮માં સોનમ કપૂરે બોયફ્રેન્ડ આનંદ અહુજા સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ્‌સ અનુસાર, સોનમ દર વર્ષે ૮૫ કરોડ રુપિયા કમાય છે અને આનંદ અહુજાના બિઝનેસનો ટર્નઓવર કુલ ૪૫૦ મિલિયન યુએસડી એટલે કે ૩૦૦૦ કરોડ રુપિયા છે. સોનમ કપૂર અને આનંદ અહુજાએ દિલ્હીમાં એક બંગલો ખરીદ્યો છે જે ૩૧૭૦ સ્ક્વેર યાર્ડ સુધી ફેલાયેલો છે. આ બંગલાની કિંમત ૧૭૩ કરોડ રુપિયા છે. માત્ર દિલ્હીમાં જ નહીં, સોનમ અને આનંદની લંડનમાં પણ એક લક્ઝુરિયસ પ્રોપર્ટી છે. સોનમ કપૂરની સગાઈની વાત કરીએ તો તેની સગાઈની વીંટી ઘણી મોંઘી હતી. આનંદ અહુજાએ જેને જે રિંગ ગિફ્ટ કરી હતી તેની કિંમત લગભગ ૯૦ લાખ રુપિયા માનવામાં આવે છે. પતિ આનંદ અહુજાની જેમ સોનમ કપૂરને પણ પગરખાનો શોખ છે. સોનમ પાસે સ્નીકરનું એક શાનદાર કલેક્શન છે. એક વાર સોનમ કપૂરે પોતાના ભાઈ હર્ષવર્ધન કપૂર સાથે શૂ ટિ્‌વન કર્યા હતા, જેની કિંમત ૧૬,૮૮૪ ડોલર એટલે કે ૧૨,૪૭,૦૦૦ રુપિયા છે.

Previous articleભાવનગરમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં MPHW&FHW વર્ગ-૩ ની તત્કાળ ભરતી કરવા માંગ
Next articleભૂતપૂર્વ દિગ્ગજ બોક્સર ડિંગ્કો સિંહનું નિધન