ગત ૯ જૂન ૨૦૨૧ ના રોજ વીર શહિદ બિરસા મુંડાજીનો ૧૨૨ મો વીરગતિ દિવસ હતો. અંગ્રેજો સામે “ઉલગુલાન” નામે ક્રાંતિની જ્યોત પ્રગટાવનાર બિરસાજી ૯ જૂન ઇ.સ. ૧૯૦૦ ના રોજ શહીદ થયા. રાંચી- ઝારખંડના એરપોર્ટ સહિત કેટલાય સ્મારકો સાથે બિરસાજીનું નામ જોડાયેલ છે, તેવા બિરસાજીને શત શત નમન સહ, આ કાર્યક્રમમાં ભાવનગર ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહેલ, દંડક પંકજસિંહ ગોહિલ, ઘોઘા સર્કલ વોર્ડના નગરસેવક કુલદીપભાઈ પંડ્યા અને આદિવાસી ટાઈમ્સના તંત્રી હરેશભાઇ પરમાર આ પુષ્પાર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયેલ.ભાવનગર શહેર પ્રમુખ રાજીવભાઈએ બિરસાજીના જીવન વૃતાંતને મુદ્દાસર અને સરળ શૈલીમાં પ્રસ્તુત કરેલ, તો હરેશભાઈએ બિરસા મુંડા આદિવાસી હોવાના ગૌરવ સાથે જણાવેલ કે, કોઈ પણ શહીદ કોઈ એક જ્ઞાતિ કે વાડાના ન હોઈ શકે, સમગ્ર રાષ્ટ્રને તેમની શહાદત અને ક્રાંતિ બાબત ગૌરવ હોવું જોઈએ તેવું જણાવતા તેમને કહેલ કે બિહાર રેજીમેન્ટનો યુદ્ધ નારો (ઉટ્ઠિ ઝ્રિઅ) “જય બજરંગ બલી” ઉપરાંત “જય બિરસા મુંડા” છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ રાજુભાઇ બુરવટ, મહામંત્રી ઉમેશભાઈ મેઘલાતર, સંજયભાઈ ઘટાડ, અ.જ.જા મોરચાના પૂર્વ મહામંત્રી કિશોરભાઈ વાજા, ઘેલાભાઈ વાજા સહિત મોરચાના તમામ કાર્યકરો અને આદિવાસી સમાજ આ કાર્યક્રમમાં જોડાયેલ. અને વીર શહીદ શ્રી બિરસાજીને પુષ્પાર્પણ કરતા તેમના જીવન વૃતાંતને યાદ કર્યો હતો.. સમગ્ર કાર્યક્રમ માસ્ક, સેનીટાઈઝર અને સોસીયલ ડિસ્ટનસના પાલન સાથે કરવામાં આવેલ. તેમ ભાવનગર મહાનગરના મીડીયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશી તેમજ પ્રવક્તા આશુતોષભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું હતું