પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે શખ્સને ઝડપી લેતી એસઓજી

885

ભાવનગર શહેરમાં પ્રતિબંધિત વિદેશી સિગારેટ નું ગેરકાયદે વેચાણ કરતાં શખ્સને રૂ ૧૦,૬૦૦ ની કિંમત ની સિગારેટ ના જથ્થા સાથે સિંધી શખ્સને સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમે ઝડપી લઈ નાર્કોટિક્સ એકટ હેઠળ ધડપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં યુવાધનને વ્યસન મુક્ત રાખવા તથા શહેર-જિલ્લામાં માદક-કેફી પદાર્થો ની બદ્દી કડક હાથે ડામી દેવા પોલીસને રેન્જ આઈજી એ સૂચનાઓ આપી હોય જે અન્વયે એસઓજી પોલીસની ટીમ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ માં હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે શહેરમાં સિંધૂ નગર પાછળ ગોપાલ પાર્ક પ્લોટ નં-૨૦૦૩ માં રહેતો કૈલાસપતિ ભજનલાલ કિંમતાણી ઉ.વ.૪૨ વિના પાસ-પરમીટે પ્રતિબંધિત વિદેશી બનાવટની સિગારેટ નું ઊંચા ભાવે યુવાનોને વેચાણ કરે છે જે હકીકત આધારે સિંધી શખ્સના રહેણાંકી મકાનમાં દરોડો પાડતાં શખ્સના કબ્જા તળેથી ૯૮ પેકેટ પ્રતિબંધિત સિગારેટ મળી આવતાં ટીમે રૂ,૧૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે કૈલાસપતિ ની નાર્કોટિક્સ એક્ટ હેઠળ ધડાધડ કરી આઈપીસી કલમ ૨૦૦૩ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleભાવનગર કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ,PM-CM ની તસવીર પર ચપ્પલનો હાર પહેરાવી રોષ વ્યકત કર્યો
Next articleભાવનગરમાં બે મહિના બાદ અનેક મંદિરોના દ્વાર ખુલ્યા, ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી