ભાવનગરમાં બે મહિના બાદ અનેક મંદિરોના દ્વાર ખુલ્યા, ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી

778

ભાવનગરમાં લાંબા સમયથી બંધ મંદિરો ખુલતા ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ પૂજાવિધિ વગેરે બંધ રહ્યું અને ભક્તોને મંદિરોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન સાથે દર્શન કરવા મળ્યા છે.સમગ્ર ગુજરાતમાં તીર્થધામો ભાવિકો અને દર્શનાર્થીઓ માટે ખુલી રહ્યાં છે. ત્યારે ભાવનગરમાં આવેલા વિશ્વવિખ્યાત રાજપરા ખોડીયાર માતાજીનું મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. જેમાં ભાવી ભક્તોએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ નક્કી કરેલી સંખ્યા મુજબ દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. રાજપરા વાળા ખોડીયાર માતાજીનું મંદિર ખુલતાની સાથે જ ભાવિ ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા હતા. ભાવનગર શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર, તખ્તેશ્વર મહાદેવ મંદિર, ભગવાનેશ્વર મહાદેવ મંદિર, જગન્નાથ મંદિર જ્યાં દર વર્ષે જગન્નાથજીની રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવે છે. તથા શીતળા માતાજી મંદિરએ જ્યાં દર વર્ષે શીતળા સાતમના દિવસે લાખો લોકો દર્શન કરે છે. સહિતના મંદિરો ખુલતા ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવી હતી. છેલ્લા બે મહિનાના લોકડાઉન બાદ મંદિરો ખુલતાં મંદિરોમાં માસ્ક ફરજિયાત, સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રેવશ આપવામાં આવી રહ્યો છે. સવારથી જ મંદિરોમાં દર્શનાર્થીઓ દર્શન કરવા પહોંચ્યા હતા. સરકાર દ્વારા અપાયેલા તમામ એસ.ઓ.પી.નું પાલન કરવામાં આવ્યું હતું. હજી ઘણા મોટા મંદિરો ખુલવાના બાકી છે, તે આગામી સમયમાં ખુલશે.

Previous articleપ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે શખ્સને ઝડપી લેતી એસઓજી
Next articleભાવનગર મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારો આવી પહોંચતા અવ્યવસ્થા સર્જાઈ, લોકો કલાકો સુધી તડકામાં ઉભા રહ્યા