વેસ્ટર્ન રેલવે પ્રોજેકટ કોરિડોરના જમીન સંપાદન મામલે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે નજીવા ભાવે જમીન હડપ કરવાના આક્ષેપો સાથે ત્રણ ગામના ખેડૂતો એ મામલતદારને આવેદન આપી આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
પાલનપુર આકેશન અને સદરપુર ગામના ખેડૂતોએ જમીન સંપાદન મામલે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. અગાઉ રેલવે દ્વારા જમીન સંપાદન મામલે એવોર્ડ જાહેર કરાયો હતો અને જાહેરનામું પ્રસિદ્ધ કરી ખેડૂતોની જમીન મફતના ભાવે સંપાદન કરવાની કાર્યવાહી કરી હતી. જોકે આ મામલે ખેડૂતો હાઇકોર્ટ પહોંચ્યા હતા. જોકે હાઇકોર્ટનો વ્યાજબી વળતર ચૂકવવાનો આદેશ છતાં રેલવે વિભાગ દ્વારા વળતર ચૂકવ્યા વિના બળજબરીથી જમીન સંપાદન કરાઈ રહી હોવાથી ત્રણ ગામના ખેડૂતોએ મામલતદારને આવેદન આપી વ્યાજબી વળતરની માંગ કરી હતી અને માંગણી નહિ સંતોષાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી અને અનહોનીના પરિણામ માટે સરકાર તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.
તમને જણાવી દઇએ કે, અગાઉ પણ જમીન સંપાદન મામલે રેલવે અને ખેડૂતો વચ્ચે વિરોધ થઈ ચૂક્યો છે મફતના ભાવે જમીન લેવા માંગતા રેલવે તંત્રની માગણીઓ ખેડૂતોએ સ્વીકારી નથી ત્યારે આગામી સમયમાં રેલવે અને ખેંડુતો વચ્ચે ગજગ્રાહ વધી શકે છે