ભાવનગર મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારો આવી પહોંચતા અવ્યવસ્થા સર્જાઈ, લોકો કલાકો સુધી તડકામાં ઉભા રહ્યા

832

ભાવનગર શહેરની વિદ્યાનગર ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે સરકારી કચેરીઓમાં વિવિધ કામગીરી માટે મોટી સંખ્યામાં અરજદારો એકઠા થતા સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. લોકો માટે વિવિધ યોજનાઓના ફોર્મ, આવકના દાખલો, રેશનકાર્ડ સહિતની કામગીરી માટે મોટી લાઈનો લાગી હતી, ગુજરાત રાજ્ય સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે સો ટકા સ્ટાફની હાજરી થતા વિવિધ કામગીરી માટે સવારથી જ લોકોની લાઈન જોવા મળી હતી. કોરોના મહામારીને લઈને સરકારી કચેરીઓમાં ૫૦ ટકા સ્ટાફની પહેલા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. પરંતુ હાલ ઘટતા જતા કોરોનાના કેસોને ધ્યાને લઇને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવી ગાઇડલાઇન પ્રમાણે સો ટકા સ્ટાફ હાજર રહેતા આવકના દાખલા, રેશન કાર્ડ, તેમજ વિવિધ પ્રકારના દાખલા અને અન્ય કામગીરી માટે કચેરી ખાતે લોકોની લાંબી કતાર જોવા મળી હતી. અરજદારો કલાકો સુધી તડકામાં ઉભા રહેવા મજબૂરઘણા સમય પછી સરકારી કચેરી ફરી ધમધમતી થતા લોકોમાં એક તબક્કે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ એ સાથે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હાલ ઉનાળાની સીઝન હોય ગરમીનો માહોલ છે ત્યારે ભાવનગરની મામલતદાર કચેરી ખાતે લોકો વિવિધ કામ માટે આવે છે અને તડકામાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે. અને મામલતદાર કચેરીમાં કોઈ વ્યવસ્થિત સગવડતા ન હોય લોકોમાં આ બાબતને લઈને રોષ ફેલાયો હતો. અરજદાર માટે બેસવા અને પીવાના પાણીની વ્યવસ્થાનો અભાવમામલતદાર કચેરીમાં સરકારી કામ સબબ લોકોની ભીડ રહેતી હોય છે ત્યારે તંત્ર દ્વારા લાઈનમાં ઉભેલા વ્યક્તિઓની સગવડતા માટે પતરા નાખવામાં આવે અને પીવાના પાણીની તેમજ બેસવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગરમીની સીઝન હોય લાંબો સમય સુધી વડીલોને તડકામાં ઉભા રહેવામાં તકલીફનો સામનો કરવો પડે છે આજના ડિજિટલ યુગમાં યુવાન વ્યક્તિ તો ઓનલાઈન કામ કરી શકે છે પરંતુ વડીલોને આ બાબતને લઈને હાલાકી ભોગવવી પડે છે.સીટી મામલતદાર ધવલ રવૈયા એ જણાવ્યું હતું કે આપણી કચેરીમાં પાણી માટે બે ફ્રીજ, ટોઇલેટ પણ છે અને છાપરા નું કામ આજથી શરૂ થયું છે એટલે આગામી દિવસોમાં બહાર પણ છાપરાઓ નખાય જશે, પહેલા એટીવીટી સેન્ટર કલેકટર કચેરી ખાતે ખાતે હતું જે હમણાં જ ફેરવવામાં આવ્યું છે, લોકો ઓનલાઈન અરજી કરે તો પણ દાખલાઓ નીકળી જાય છે.

Previous articleભાવનગરમાં બે મહિના બાદ અનેક મંદિરોના દ્વાર ખુલ્યા, ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી
Next articleભાવનગરમાં બે મહિના બાદ હોટલ-રેસ્ટોરન્ટ, જિમ અને બગીચાનો આજથી પ્રારંભ થયો