ભાવનગરમાં કોરોનાના કેસો દિનપ્રતિદિન ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે આજથી ભાવનગરમાં અનેક મંદિરો, હોટલ-રેસ્ટોરન્ટ, લારી-ગલ્લાઓ, જિમ અને બગીચાઓ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે શરૂ કરાયા, ૧૧ જૂનથી ૨૬ જૂન સુધી હોટલ-રેસ્ટોરન્ટમાં સવારે ૯થી સાંજે ૭ વાગ્યા સુધી કુલ ક્ષમતાના ૫૦% ટકા ગ્રાહકો સાથે શરૂ કરવામાં આવ્યા છે.
રેસ્ટોરન્ટ સંચાલકોને રાહતકોરોનાની બીજી વેવના કારણે છેલ્લા બે મહિનાથી રેસ્ટોરન્ટમાં ફક્ત પાર્સલ સર્વિસ જ ચાલુ હોય રેસ્ટોરન્ટ સંચાલકોના ધંધામાં ભારે ફટ્કો પડ્યો હતો. જો કે, આજથી સરકાર દ્વારા સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી રેસ્ટોરન્ટમાં ૫૦ ટકા કેપેસિટી સાથે ગ્રાહકોને બેસાડવાની છૂટ આપવામા આવતા રેસ્ટોરન્ટ સંચલકોએ રાહત અનુભવી છે.ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, લોકડાઉનથી હોટલ રેસ્ટોરન્ટ ધારકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરી અને ટેક્ષ તેમજ પીજીવીસીએલના બિલમાં રાહતની જાહેરાત કરી છે જેને એસોસિએશન દ્વારા આવકારી હતી. અને આ અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે બીજી તરફ જોવા જઈએ તો ભાવનગરમાં મોટાભાગે લોકો આઠ વાગ્યા બાદ જ હોટલ રેસ્ટોરન્ટ જમવા જતા હોય છે. ત્યારે હવે સરકાર દ્વારા સવારે ૯ થી સાંજે ૭ સુધી મંજૂરી આપવામાં આવી છે. તેમાં સમય મર્યાદા વધારી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.સરકાર દ્વારા ૧૫ દિવસ માટે જે રાહત આપવામાં આવી છે, જેને લઈ મુખ્ય બજારોમાં લોકોની ખરીદી કરવા ભીડ ઓછી થઈ હતી, સમય મર્યાદા વધતા લોકોને રાહત થઈ હતી અને વેપારીઓને પણ એક કલાકનો સમય વધતા વેપાર ઘંઘામાં રાહત થઈ હતી.
જેમાં મુખ્ય બજારોમાં ગોળબજાર, પીરછલ્લા, દાણાપીઠ, શેલરશા ચોક, આંબાચોક સહિતની બજારોમાં લોકો ની ભીડમાં ઘટાડો થયો હતો.