(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૩
વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળની ટીમ ઈન્ડિયા ૧૮ થી ૨૨ જૂન દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. ટીમ ઈન્ડિયા આ ઐતિહાસિક ફાઇનલ માટે સખત મહેનત કરી રહી છે. ભારતીય ખેલાડીઓ ઇન્ટ્રા સ્કવોડ પ્રેક્ટિસ મેચમાં તે બેટિંગ અને બોલિંગ પર ભાર આપી રહ્યા છે, આ પ્રેક્ટિસ મેચમાં વિરાટ કોહલી બોલિંગ કરતા જોવા મળ્યો હતો.
ત્યારથી અટકળો શરૂ થઈ ગઈ છે કે ભારતીય કેપ્ટન પણ ઐતિહાસિક ફાઇનલમાં બોલિંગ કરતો જોવા મળશે. પ્રેક્ટિસ મેચમાં કેપ્ટન વિરૂદ્ધ કેપ્ટનમાં કોહલીએ કે.એલ. રાહુલને ઇનસ્વિંગ ડિલિવરી કરી હતી. જેનો વીડિયો શેર કરતી વખતે બીસીસીઆઈએ પ્રશંસકોને પૂછ્યું કે આગળ શું થયું હશે. બીસીસીઆઈએ સ્ટ્રેટ ડ્રાઇવ, ડિફેન્સ અને એલબીડબ્લ્યુ એમ ત્રણ વિકલ્પો આપ્યા હતા.
જો કોહલી ઐતિહાસિક ફાઈનલમાં બોલિંગ કરે છે, તો પ્રશંસકો માટે કંઈ નવુ નહી હોય કેમ કે કેપ્ટને ઘણી વખત બોલિંગમાં હાથ અજમાવ્યો છે. કોહલીએ ૯૧ ટેસ્ટ મેચની ૧૧ ઇનિંગ્સમાં ૧૭૫ બોલ ફેંક્યા હતા. જોકે, તેને ટેસ્ટ ક્રિકેટમાં કોઈ સફળતા મળી નથી. પરંતુ વનડે અને ટી ૨૦ ક્રિકેટ કુલ મળીને તેના નામે ૮ વિકેટ છે. તેણે ૪૮ વનડે ઇનિંગ્સમાં ૬૪૧ બોલ અને ૯૦ ટી -૨૦ મેચની ૧૨ ઇનિંગ્સમાં ૧૪૬ બોલ ફેંક્યા હતા. વિરાટ કોહલી પાસે કેપ્ટન તરીકે પ્રથમ આઈસીસી ટ્રોફી જીતવાની તક છે. એક દાયકાથી વધુ સમય થયો આઇસીસીના કેપ્ટન તરીકે તેમણે કોઇ ટ્રોફી જીતી નથી. ૨૦૦૮ માં તેમની કપ્તાની હેઠળ અંડર -૧૯ વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. વર્લ્ડકપ અપાવ્યો હતો. આ રીતે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કોહલી માટે ખાસ રહેશે.
Home Entertainment Sports વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાનલ પહેલા પ્રેક્ટિસ મેચમાં ભારતીય કેપ્ટને કરી બોલિંગ