(સં. સ. સે.) નવી દિલ્હી,તા.૧૩
કોરોનાના આંકડા પર ઉઠતા સવાલ અંગે સરકારે શનિવારે જવાબ આપ્યા બાદ આજે ફરી રાહુલ ગાંધીએ આ મુદ્દા પર સવાલ ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ મોતના આંકડાને કથિત રીતે છૂપાવવા અંગે મોદી સરકાર પર વાર કર્યો છે. કોંગ્રેસ નેતાએ રવિવારે ટિ્વટ કરીને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
ટિ્વટમાં રાહુલ ગાંધીએ પૂછ્યું છે કે ભારત સરકારના સક્ષમ મંત્રાલયના કયું છે? આ પછી તેમણે લખ્યું છે કે ધ સીક્રેટ મિનિસ્ટ્રી ફોર લાઈસ એન એન્ટી સ્લોગન. આ પહેલા રાહુલ ગાંધીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં કોરોના મહામારી, વધતી મોંઘવારી અને બેકાબૂ થતી બેરોજગારી, જે બધું જોઈને પણ બેઠા છે મૌન, તે દેશના લોકો જાણે છે, જવાબદાર કોણ? એટલું જ નહીં ૧૧ જૂને રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે હકીકતોથી, સવાલોથી, કાર્ટુનથી તે બધાથી ડરે છે. આ પહેલા કોંગ્રેસે ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોનાના મોતના આંકડા છૂપાવવા અંગે આરોપ લગાવ્યો હતો. પાર્ટી તરફથી શનિવારે કહ્યું કે આ રાજ્યોના મુખ્યમંત્રીઓ યોગી આદિત્યનાથ, વિજય રુપાણી અને શિવરાજસિંહ ચૌહાણે નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપવું જોઈએ. આ સાથે એવું પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાથી થયેલા મોતના સાચા આંકડાની તપાસ કરીને તેને છૂપાવનારા જવાબદાર લોકો સામે કાયદાકીય તપાસ કરાવવી જોઈએ. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહામારીની બીજી લહેરમાં ઉભી થયેલી સ્થિતિને લઈને શનિવારે વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું હતું. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ભારતીય નાગરિક નહીં, પરંતુ રાજકીય પ્રાથમિકતા છે તથા તેમને માત્ર પ્રચારની ચિંતા રહે છે. સરકારને સવાલ પૂછવાની સીરિઝ ’જવાબદાર કોણ’ હેઠળ પ્રિયંકાના એક નિવેદનમાં એ દાવો કર્યો કે આખી દુનિયાએ જોઈ લીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાશન કરવા માટે સક્ષમ નથી.