સુરક્ષિત પરિવહન માટે સરકારી તંત્ર એસ.ટીની તરફેણ કરે છે પરંતુ આ એસ.ટીમાં ધારાસભ્યો સાંસદો કે સરકારી અમલદારો નિયમિત મુસાફરી કરે તો ખ્યાલ આવે કે આ સલામત સવારી એસ.ટી અમારી કેટલા અંશે સુરક્ષિત અને સલામત છે વર્ષે દહાડે લાખ્ખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરતું એસ.ટી નિગમ છતાં પ્રજા માટે મુશ્કેલીની પળોજણ યથાવત રહે છે ભાવનગર શહેરના નિલમબાગ સર્કલ પાસે બેટરી ડાઉન થયેલી બંધ મિની એસ.ટી બસને શરૂ કરવા મુસાફરોને ઉતારી ધક્કા લગાવવા પડ્યાં હતાં ત્યારે રાહદારીઓ પણ વિચાર કરી રહ્યા હતા કે શું આજ છે સરકારની સલામત સવારી એસ.ટી અમારી.