વલ્લભીપુર-ધંધુકા હાઈવે પર ટેન્કર-જીપ વચ્ચે જોરદાર ટક્કર થઇ, કોઇ જાનહાની નહી

525

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પાસે ટેન્કર ટ્રક અને પેસેન્જર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને વાહનોને વ્યાપક નુકસાન થયું હતું. જયારે મુસાફરોને કોઈ જ ઈજા પહોંચી ન હતી.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ધંધુકા હાઈવે પર આવેલા કેટલાક ઝોન લોક મુખે કુખ્યાત બનેલા છે. આ ઝોનમાં અવારનવાર ખમખ્વાર અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે આજે સવારે વલ્લભીપુર-ધંધુકા હાઈવે પર વલ્લભીપુરથી થોડે દૂર પ્રગટેશ્વર મહાદેવના મંદિર પાસે સિમેન્ટ મિક્સર ટેન્કર ટ્રક અને મુસાફરો ભરેલી તૂફાન જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જીપ રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં વાહનોની ગતિ નિયંત્રિત હોવાના કારણે ગંભીર જાનહાનિ ટળી હતી અને ઉતારૂઓને કોઈ ખાસ ઈજા પહોંચી ન હતી. પરંતુ બંને વાહનોને વ્યાપક નુકસાન થયું હતું. આ અકસ્માત ને પગલે થોડા સમય માટે રોડપર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવની જાણ વલ્લભીપુર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બંને વાહનોને રોડપરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. અને અકસ્માત સર્જનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleસલામત સવારી પળોજણ પ્રજાની….!
Next articleમહામારીના બે માસનાં અંતરાલ બાદ ગઈકાલે રવિવારે જાહેર સ્થળોએ જાહેર સ્થળોએ લોકો ઉમટી પડયા