મે મહિનામાં ફુગાવો ૧૨.૯૪ ટકાની સર્વોચ્ચ સપાટીએ

206

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૪
કેન્દ્ર સરકારને મેમાં જથ્થાબંધ મોંઘવારીના મોર્ચે મોટો ઝટકો લાગ્યો છે. મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર એપ્રિલના ૧૦.૪૯ ટકાથી વધીને ૧૨.૯૪ ટકા થયો છે. ક્રૂડ ઓઈલ અને મેન્યુફેક્ચરિંગ ગુડ્‌સની કિંમતોમાં થયેલા વધારાને કારણે જથ્થાબંધ ફુગાવામાં આ ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ લો બેઝ ઈફેક્ટને કારણે પણ મે ૨૦૨૧માં જથ્થાબંધ મોંઘવારી દર એટલે કે હોલસેલ ઇન્ફ્લેશન પ્રાઇસ ઇન્ડેક્સમાં રેકોર્ડ તેજી જોવા મળી છે. મે ૨૦૨૦માં આ દર -૩.૩૭ ટકા રહ્યો હતો. મે સતત પાંચમો મહિનો રહ્યો છે જ્યારે જથ્થાબંધ મોંઘવારી દર આધારિત ફુગાવામાં વધારો જોવા મળ્યો છે.
વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે, મે ૨૦૨૧માં ઊંચા મોંઘવારી દરનું મુખ્ય કારણ લો બેઝ ઈફેક્ટની સાથે ક્રૂડ પેટ્રોલિય, મિનરલ ઓઈલ, પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, ફર્નેસ ઓઈલ વગેર અને મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્‌સની કિંમતોમાં આવેલી તેજીથી મે ૨૦૨૧માં મોંઘવારી દરમાં ખુબ વૃદ્ધિ નોંધાઈ છે.
મહિનાના આધાર પર મેમાં ખાદ્યાન્ન જથ્થાબંધ મોંઘવારી એપ્રિલના ૭.૫૮ ટકાથી વધીને ૮.૧૧ ટકા પર પહી છે. તો ફ્યૂલ અને પાવર મોંઘવારી માર્ચના ૨૦.૯૪ ટકાથી વધીને ૩૭.૬૧ ટકા પર આવી ગઈ છે. મેમાં દાળોની મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો છે અને તે એપ્રિલના ૧૦.૭૪ ટકાથી વધીને ૧૨.૦૯ ટકા પર આવી ગયો છે. તો ડુંગળીની મોંઘવારી એપ્રિલના -૧૯.૭૨ ટકાની સરખામણીમાં ૨૩.૨૪ ટકા પર રહી છે.
બટાટાનો જથ્થાબંધ મોંઘવારી દર માર્ચના -૩૦.૪૪ ટકાની સરખામણીમાં -૨૭.૯ ટકા પર રહ્યો છે જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્‌સનો જથ્થાબંધ મોંઘવારી દર એપ્રિલના ૯.૦૧ ટકાથી વધીને ૧૦.૮૩ ટકા પર આવી ગયો છે. એપ્રિલમાં પ્રાયમરી આર્ટિક્લ્સની જથ્થાબંધ મોંઘવારી એપ્રિલના ૧૦.૧૬ ટકાથી ઘટીને ૯.૬૧ ટકા રહી છે. તો શાકભાજીની જથ્થાબંધ મોંઘવારી એપ્રિલના -૯.૦૩ ટકાની સરખામણીમાં -૯ ટકા પર રહી છે.મેમાં દૂધની મોંઘવારી એપ્રિલના ૨.૦૪ ટકાથી વધીને ૨.૫૧ ટકા પર રહી છે. તો ઈંડા, માંસ, માછલી મોંઘવારી એપ્રિલના ૧૦.૮૮ ટકાની સરખાણીમાં ૧૦.૭૩ ટકા પર રહી છે.

Previous articleઇંગ્લેંડ સામે બે ટેસ્ટ રમીને ન્યુઝીલેન્ડ ફાયદાની સ્થિતીમાં હશે, પણ અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશુંઃ પુજારા
Next articleકેજરીવાલનું મિશન-૨૦૨૨ઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ નક્કી