ભાવનગર શહેરના વડવાતલાવડી વિસ્તારમાં જાહેર માર્ગ પર ઠેકઠેકાણે ગટરો ઉભરાઈ રહી હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે આ સમસ્યાને લઈને લોકો એ કોર્પોરેટરો તંત્ર ના અધિકારીઓ ને વારંવાર ફરિયાદો કરી હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.ભાવનગર શહેરના પછાત વિસ્તારોમાં પીવાના પાણી તથા ડ્રેનેજ પ્રશ્ન “યક્ષ” પ્રશ્ન બનીને રહ્યો છે ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ કે સત્તાનું સંચાલન કરતો શાસક પક્ષ અને અધિકારી સુધ્ધાંઓ આ સણસણતા સવાલોનો આજદિન સુધી ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહ્યાં છે શહેરના પછાત વિસ્તારોમાં બારેમાસ પીવાના પાણી ન મળવાની અપૂરતું, અનિયમિત જેવી ફરિયાદો રોજિંદા બની છે પાણી સાથે ડ્રેનેજ ને લગતી સમસ્યાઓ મધ્યમ તથા કરી વર્ગીય પરિવાર નો પીછો નથી છોડતી. શહેરની સૌથી મોટી પછાત વર્ગની વસ્તી કુંભારવાડા વિસ્તારમાં રહે છે પરંતુ આ લોકો માં પુરતી જાગૃતિના અભાવ કારણોસર સમસ્યાઓ કાયમ માટે અકબંધ રહે છે અને નગરસેવકો તથા તંત્ર ના નમાલા અધિકારી ઓ પણ ગરીબોની રગ પારખીને બેઠાં હોય તેમ ઠાલા આશ્વાસન સિવાય બીજું કશું જ આપતાં નથી ત્યારે કુંભારવાડા નાકે વડવાતલાવડી વિસ્તારમાં લાંબા સમયથી જાહેર માર્ગ નિચે થી પસાર થતી ભૂગર્ભ ડ્રેનેજ લાઈનો માં મોટા પ્રમાણમાં કચરો ફસાઈ જતાં લાઈનો ચોકઅપ થઈ જતાં રોડપરના મેનહોલ માથી ગટરના ગંધાતા ગંદા પાણી અવિરતપણે વહેતા રહે છે.આ અંગે લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદોને અધિકારીઓ નજર અંદાજ કરતાં હોવાનું લોકોએ જણાવ્યું હતું. ચૂંટણી સમયે દેખાતા વિવિધ પક્ષોના હોદ્દેદારો લોક સમસ્યા સમયે શોધ્યા જડતા ન હોવાનું જણાવ્યું હતું.
આ લોકો એ અંતે એવી ચિમકી ઉચ્ચારી છે કે જો એક સપ્તાહમાં સમસ્યાઓ નો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી લોક સમસ્યાઓ નો ઉકેલ માંગીશુ.